૧૭ નાની નાની ખમરાથી ભરેલા કાગળ અધું જાણુવુ. તેમની પાસેથી કામ માગવું. તમે બાળક છે, બીજાની સાથે કેમ એટલાય એમ વિચારી કેાટડીમાં ભરાઈ ન રહેવું પણ તમે જ્યાં સુધી તમારું હૃદય સ્વચ્છ છે ત્યાં સુધી બધાની સાથે ભળી શકે છે એમ માની, સ` ભાઈ છે એમ સમજી બધાની પાસેથી શીખવું. બધાની સેવા કરવી. યોગ્ય સમયે હું તમને મુબઈ લઈ જઈશ. તમારું લખાણુ ચોખ્ખું કરજો. અક્ષર છાપેલા જેવા કરજો. મને નિયમસર શાહીથી સાક્ અક્ષરે લખજો. " નાની નાની ખબરોથી ભરેલા કેવા કાગળેા લખે છે તેને સુંદર ખ્યાલ દેવી વેસ્ટને લખેલા નીચેના કાગળ ઉપરથી મળે છેઃ - પ્રિય બહેન દેવી, 65 આજે જ્યાં પહોંચ્યો છું એ, એક નાના, એકાન્ત, ઐતિહાસિક કિલ્લા છે. આસપાસનુ દૃશ્ય ભવ્ય છે અને હવા બહુ જ તાજગી આપનારી હતાં સખત નથી. મારું શરીર બહુ નિચેવાઈ ગયુ છે. તેને આસાએશ આપવા અહીં આવ્યા છું. મારી સાથે ડો. રાજ મહેતા, મહાદેવ દેસાઈ, સ્વામી આનંદ, પ્રભુદાસ, બાલકૃષ્ણ તથા દીપક એટલા છે, એમાંથી એકલા પ્રભુદાસને જ તમે આળખા છે. આ કાગળમાં બીજાની એળખાણુ આપીશ નહીં”, કારણુ કાગળ મારે ઝટ પૂરો કરવા છે. અત્યારે માથું ખૂબ ફાટે છે. પણુ તમારો કાગળ હાથમાં લીધેા છે એટલે જવાબ પૂરો જ કરું, “ આની તબિયત સરસ છે. રિલાલનાં બાળકાની એ સભાળ રાખે છે. ગઈ તા૦ ૨૦મીએ ફાતિમાનાં લગ્ન એક સુંદર જીવાનની સાથે થઈ ગયાં. લગ્નવિધિ બહુ જ સાદે, કશી ધમાલ વિનાના હતા. લગ્ન આશ્રમભૂમિ ઉપર જ થયાં. એના પતિ અમદાવાદમાં જ રહે છે એટલે ક્રાતિમાને મળવાનુ વારવાર થયાં જ કરશે. ઇંગ્લંડમાંથી એમને કાઢી મૂકયા પછી મિ. કૅલનબેંક તરફથી કા સમાચાર નથી. મેં તપાસ કરાવી પણ કશા પત્તા લાગ્યા નથી. . - મિસિસ વેસ્ટની તબિયતનું સાંભળી દિલગીર થયા. આશા રાખું છું હવે તે સારાં થઈ ગયાં હશે. મારા તરફથી હિલ્ડાને પ્યાર. એ કાઈ દિવસ મને સભારે છે અથવા મારો વિચાર કરે છે ખરી? “ આશ્રમમાં મકાનેા આંધવાનુ કામ હજી ચાલ્યાં જ કરે છે. હું આશા રાખું છું કે કોઈક દિવસ તમે એ જોશે અને તેની રચનામાં તમારો હિસ્સા પશુ લેશે. “ મારું જીવન તેા હંમેશની જેમ ખૂબ પ્રવૃત્તિમય ચાલે છે. મારી પોતાની કહી શકું એવી એક ક્ષણ પણ હાતી નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૬૦
દેખાવ