૧૬૨ બાળકામ ભગવાનની મહા ભેટ ભૂલી જા અથવા એકબીજાની વાત તમે સમજી ન શકેા એવા કરશે ભય નથી. કે પછી છે? ત્યારે શરૂ કરશે. તે? મારા પ્રત્યે પ્રેમ રાખા છે તે ખાતર પણ શરૂ કરવાનું હું તમને કહુ છું.” સરલાદેવી ચૌધરાણીને ગઈ કાલે લખ્યું : ૧“ આ લખી રહ્યો છું ત્યારે દીપકને બાલકૃષ્ણના મધુર સિતાર સાથે ગાતા સાંભળું છું. બાલકૃષ્ણે મને ભગવાન પાસેથી મળેલી ફૂલ જેવા નિર્દોષ છે. મારી સ ંભાળ માના જેવી રાખે છે. મહા ભેટ છે. તે - ખિલાફત વિષે એ. પી. તે મેં સંદેશ આપ્યા છે તે તમે વાંચ્યા ? યંગ ઇન્ડિયા ની નકલ તમારી પાસે ન હોય એમ ધારીને એક નકલ મેાકલુ છું. એમાંથી ખાદી ઉપરના મારો લેખ જરૂર વાંચજો. cr કાલે ગવાયેલુ ભજન મોકલુ છું : મેારી લાગી યુગન ગુરુ-ચરતન કી ચરન બિના મુઝે કહ્યુ નહી ભાવે, ન માયા સમ સપનન કી. ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મુઝે તરનન કી. મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર ઊલટ ભઈ મારે નયનન કી. સરલાદેવીને આજે બીજો કાગળ લખ્યો મેારી મેારી મેારી’ “ “ ગઈ કાલે પૂનાથી સિંહગઢ ઊપડતાં પહેલાં તમને એક કાગળ પેન્સિલથી લખ્યા છે. દાક્તરે મને કહેલું કે મારું શરીર બહુ નંખાઈ ગયેલુ છે અને ચાલીને ઉપર ચઢવાનુ સાહસ મારે કરવું જોઈએ નહી. પણ મારી મૂર્છામાં મને લાગ્યું કે હું ચઢી શકીશ. એટલે મહાદેવ, દીપક અને હું ચઢવા લાગ્યા. પણ તમને જાણીને દુ:ખ થશે કે અર્ધો ફર્લીંગ પણુ અમે ગયા નહી. હાઈ એ ત્યાં તે મારા ડાબા સાથળમાં અસહ્ય વેદના થવા લાગી અને મારે પ્રયાસ છેાડી દેવે પડયો. હું બહુ શરમિંદો પડી ગયા અને મારી તાકાત આટલી બધી ઘટી ગઈ છે એ જાણીને ખૂબ દુ:ખી થયા. પશુ આવી ભૂંડી હાલતમાં પણુ મારે પ્રફુલ્લિત રહેવુ જોઈએ. હું પ્રયત્ન કરીશ. “એ સ્વપ્નામાંથી હમણાં જ ઊઠ્યો. એક સ્વપ્નું તમારે વિષે હતું અને ખી ખિલાફતનું. તમે એ જ દિવસમાં પાછાં આવ્યાં તેથી મને ખૂબ આનંદ થયા. મેં પૂછ્યું કે આટલાં જલદી કયાંથી ? તમે કહ્યું કે, એ તે મને પેાતાની પાસે એલાવી લેવાની પંડિતની યુક્તિ હતી. જગદીશનાં લગ્નની તા સરલાદેવીના પતિ પડિત રામભજ ધૃત્ત ચૌધરી. દીપક તેમને દીકરા.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૬૨
દેખાવ