વાઈસરોયને પત્ર ૧૯૩ શરતો આખી ફરી વિચારાવાની છે. એમ થાય તો થાડા દિવસ કયાંક સરકી જઈ શાંતિ ભાગવવાની હું આશા રાખું. “ સર જ્યોજ ખાન્સે મને બ્રિટિશ ગિયાના જવાનું આમત્રણ આપ્યું છે. મેં એમને લખ્યું છે કે ખિલાફત આંદેલન ચાલે છે ત્યાં સુધી હું કશું બહાર જઈ શકે નહી. તમે જવાના છે? “ ઇમ્પીરિયલ સિટિઝનશિપ ઍસાસિયેશન ઉપર પૂર્વ આફ્રિકા વિષેને તમારા કાગળ વાંચ્યા. ચાખ્ખું દેખાય છે કે તમે ભારે કામની વચ્ચે એ લખેલેા છે. તેઓએ એની વિરુદ્ધ ટીકા કરી છે. હું મૌન રહ્યો, પણ તેમની ટીકા સાથે મનમાં સહાનુભૂતિ અતાવ્યા વિના રહી શકયો નહીં. તમારેા કાગળ ઘસડી કાઢેલા હતે... તેમાં માહિતી બહુ જ ઘેાડી હતી. દક્ષિણ આફ્રિકાની આબતમાં તમારા રિપોર્ટ હજી મેકક્લ્યા નથી, એની પણ તેએ ફરિયાદ કરતા હતા. મને લાગે છે કે તેમના નામેલા એજન્ટ તરીકે તમે ત્યાં ગયા હતા. એટલે તેમને પૂરા રિપોર્ટ આપવાની તમારી ફરજ હતી. વિનયની ખાતર પશુ સૌથી પ્રથમ તમારે તેમને લખવું જોઈતું હતું. હું ઇચ્છું છું કે આ ભૂલ હજી પણ તમે શકય તેટલી સુધારી લે. " આજે વાઈસરોયને નીચે પ્રમાણે પત્ર લખ્યા : “આપના કેટલાક વિશ્વાસને પાત્ર અનેલ વ્યક્તિ તરીકે તેમ જ બ્રિટિશ સામ્રાજ્યના એક અનન્ય શુભેચ્છક તરીકે આપની અને આપની મારફત નામદાર શહેનશાહના પ્રધાનમંડળની સમક્ષ ખિલાતના સવાલની જોડેને મારો સબંધ તેમ જ તેને વિષે મારી વ ણૂક બાબત ખુલાસા કરવા એ હું મારો ધ સમજું છું. “ લડાઈના છેક આરંભથી જ્યારે લંડનમાં હું ઇન્ડિયન એમ્બ્યુલન્સ ટુકડી ઊભી કરવામાં ગૂંથાયો હતો ત્યારથી જ ખિલાફતના સવાલમાં હું રસ લેતા થયા હતેા. અને જ્યારે તુર્કીએ જનીની બાજી લેવાનુ નક્કી કર્યું ત્યારે લંડનમાંની નાની સરખી મુસલમાન કામ કેવી બેચેન થઈ ઊંડી હતી તે મેં જોયું હતું. ૧૯૧૫ના જાન્યુઆરીમાં. હિંદુસ્તાન આવ્યા પછી પણ જે જે મુસલમાનોના પ્રસંગમાં હું આવ્યો તેમને એ જ ચિંતા અને આતુરતાથી ઘેરાયેલા મે જોયા. છૂપી સધિઓની વાત જ્યારે ફૂટી ત્યારે તેમની એ ચિંતા ઘણી જ વધી. બ્રિટનના ઇરાદાઓ પ્રત્યે તેમના અવિશ્વાસને પાર રહ્યો નહીં અને તેએ હતાશ થઈ ગયા. તે વખતે પણ મેં મારા મુસલમાન ભાઈઅોને
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૮૩
દેખાવ