લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
 
૧૯૬
 

૧૯૬ હિંદુઓની મુસલમાના પ્રત્યે ફરજ હશે જ. મહામુસીબતે વ્યાખ્યાનપીઠ ઉપર અમે પહોંચ્યા. ઘડીક વાર એમ જ લાગતું હતું કે સભાને વિખેરી નાખવી પડશે; પણુ અહીં તે વિખેરી નાખ્યું કાંઈ છૂટકા થાય તેમ નહતું, કારણ રાત તેા લગભગ પડવા આવી હતી અને ખીજે દિવસે તે અહીંથી નીકળવાનું હતું. અતિશય મુસીબતે લોકાને શાંતિ જાળવવાનું ગાંધીજી સમજાવી શકયા, અને તેમણે શરૂ કર્યું ત્યારે તે એવી ભારે શાંતિ હતી કે જમીન ઉપર ટાંકણી પડે તે સંભળાય. હિંદુસ્તાનની આઝાદી, હિંદુ ધર્માંની આઝાદી ગાંધીજીએ મુસલમાન ભાઈ આની લડત ઇન્સાને માટે છે એમ કહીને ટૂંકામાં હિંદુએ તેમની સાથે શા માટે જોડાવું એ સમજાવ્યું: “હિંદુ સમજતા હોય કે સાત કરોડ મુસલમાન તેમના હમવતની છે અને તેમની સાથે દુશ્મનાઈ કરીને તેએ નથી રહી શકતા તે તે સમજશે કે તેમની ભારે માટી ફરજ છે કે મુસલમાનાની સાથે રહીને જીવવુ અને તેમની સાથે મરવાને તેમણે નિશ્ચય કરવા. હું તાળીઓના અવાજ નથી ચાહતા, હું જલસા નથી જોવા માગતા, હું તે ‘અમલી કામ માગું છું. હિંદુ પોતાની ફરજ ભૂલીને કુરબાનીમાં ભાગ ન લે તેા હું તેમને કહીશ કે જેમ મુસલમાન ધોખમમાં આવ્યેા તેમ કાઈ વાર હિંદુ ધમ પણ જોખમમાં આવે. યુરોપમાં મિત્રરાજ્યના પ્રધાનેા સમજે છે કે યુરોપમાંથી મુસલમાનો પગ કાઢી શકાય છે, તેમ કેાઈ દિવસ તેએ એમ પણુ ઇચ્છે કે હિંદુએને ગુલામ બનાવી શકાય તો સારું. આપણને લાજમ છે કે જ્યાં સુધી મુસલમાન ભાઈ પોતાના ઈમાન અને દીન ઉપર કાયમ રહીને કુરબાની કરવા તૈયાર હોય ત્યાં સુધી હિંદુસ્તાનની આઝાદી માટે મુસલમાનેાની સાથે ઊભા રહેવુ.” તલવાર જ્યાનમાં રાખી કુરબાની ફરી આગળ ચાલતાં તેમણે વિજય મેળવવાનો માર્ગ એકમાત્ર કુરબાની છે એમ કહી કુરબાનીનું સ્વરૂપ સમજાવ્યું : ત્રીસ વર્ષ થયાં હું મુસલમાન ભાઈ એને જાણું છું. હું આફરીન છું કે મુસલમાન ભાઈ હિંમતનું કામ કરી શકે છે, બહાદુરી કરી શકે છે. મે એમ પણ જોયું છે તેઓએ ઘણી વાર ભારે કામે કીધાં છે તે કેવળ ગુસ્સાના જોસમાં આવીને; અને ગુસ્સા પૂરા થયે તેમની તાકાતનુ દ્વેશ પણ પૂરું થાય છે. આ લડતમાં કુરબાની આપવા માટે આપણે તે જે સલ્તનતની સાથે લડી રહ્યા છીએ તે સલ્તનતની કાબેલિયત મેળવવાની છે. તે સલ્તનતના સિપાઈ એ ગુસ્સા ભૂલી તાલીમથી, હોશિયારીથી, બહાદુરીથી, લડત ચલાવે છે. તેમની સામે