૨૦૪ મદ્રાસ ઇલાકાની મુસાફરી ૧૮ ગસ્ટ કાલિકટ ૧૯ .. ૨૦ માંગલેાર સેલમ 27 ૩૧ સેલમ અને અગલેાર .. ૩૨ મદ્રાસ 27 ૨૩ મેવાડા 35 મદ્રાસમાં સમુદ્રતટ પર ત્રીસ-ચાળીસ હતર માણસાની વિરાટ સભા આગળ અંગ્રેજીમાં આપેલું વ્યાખ્યાન : અસહકારની અગત્ય જે વિષે આજકાલ આટલી બધી ચર્ચા થઈ રહી છે એ અસહકાર શું છે અને આપણે શા માટે એ શસ્ત્ર લેવાનું છે? ઘડીવાર હું એના કારણમાં ઊતરીશ. અત્યારે દેશની સામે એ પ્રશ્નો પડેલા છે. પહેલા અને મેટામાં મેટે ખિલાફતને છે. આ બાબતમાં મુસલમાનાનાં દિલ ચિરાઈ ગયાં છે. ઇંગ્લેંડને નામે બ્રિટિશ પ્રધાનોએ અત્યંત વિચારપૂર્વક આપેલાં વચનો પર પાણી ફેરવવામાં આવ્યું છે. હિન્દી મુસલમાનેાને અપાયેલાં જે વચનેાના જોર પર બ્રિટિશ પ્રશ્નએ સ્વીકારેલી મદદ હિંદની પાસેથી કઢાવવામાં આવી તે વચનેને ભંગ કરવામાં આવ્યા છે અને મહાન સ્લામ ધમ જોખમમાં આવી પડો છે. મુસલમાને વાજબી રીતે માને છે કે બ્રિટિશ વચનો ત્યાં સુધી ન પળાય ત્યાં સુધી તેમને માટે બ્રિટિશ પ્રત્યે વફાદાર રહેવુ અશકય છે. અને બ્રિટિશ પ્રત્યે વફાદાર રહેવું કે ઇસ્લામ અને પયગમ્બર પ્રત્યે, એ સવાલ જ્યારે આવી પડે ત્યારે તેા કાઈ પણ મુસલમાન પોતાની બાજુ જાહેર કરવામાં એક ક્ષણની પણ વાર ન લગાડે એ દેખીતું છે. અને મુસલમાનેએ લગાડી પણ નથી. તેમણે કશું ન છુપાવતાં છડેચોક અને ખાનદાનીભરી રીતે દુનિયાને જણાવી દીધુ છે કે જો બ્રિટિશ પ્રધાને તેમ જ બ્રિટિશ પ્રજા આપેલાં વચને નહીં પાળે, હિંદના સાત કરોડ મુસલમાનોની લાગણીને માન નહીં આપે, તે તેમનાથી વાદાર રહી શકાશે નહીં. સવાલ આકીના હિંદીઓના જ રહ્યા, કે તેમણે આ ટાણે મુસલમાન ભાઈ એને પડખે ઊભા રહી પડોશી તરીકેના ધ' બનવવા યા નહીં. એ તે દેખીતુ છે કે એમને સાર આ જિંદગીની તક છે. મુસલમાને પ્રત્યે વિશ્વાસ, અધુભાવ અને મિત્રાચારી બતાવવાની, તેમ જ મુસલમાન હિંદુના ભાઈ છે એમ આટલા દિવસ આપણે જે વાતેા કરતા આવ્યા તે ખરી કરી બતાવવાની તક સો વર્ષે પણુ કરી મળવાની નથી. તે હિંદુને મન અંગ્રેજ કરતાં મુસલમાન
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૦૪
દેખાવ