« બ્રિટિશ પ્રધાનોએ મારી શ્રદ્ધા ધૂળ મેળવી પેટે ચાલવામાં રહેલા છે. ગેરકાયદે તો, આખા હિન્દુસ્તાનની પ્રજાએ પેાતાનાં ઘડીએ અને પળે થતાં સઘળાં અપમાન મુંગે મોઢે ગળી જવાં એ છે. ગેરકાયદે તા, હિન્દના સાત કરોડ મુસલમાનેએ પોતાના ધર્મ પર ગુજરેલા અન્યાયને સાંખવે એ છે. ગેરકાયદે તા, આખા હિન્દુસ્તાને મૂગે માટે એસી રહી આ બધું ટગર ટગર જોયા કરવું અને જે અન્યાયી સરકારે પામન ઇજ્જત ધૂળમાં રગદેાળી તેની સાથે સહકાર કરવા એ છે. હું મારા એકેએક દેશખને કહીશ કે જો તમારામાં સ્વમાનના છાંટા હોય, જો તમને આબરૂની કિંમત હાય, જો તમે તમારી ૠતને તમારા મહાન બાપદાદાની પેટી દર પેઢીથી ચાલતી આવેલી ઉચ્ચ પર પરાઓના વારસ અને રક્ષક માનતા હો, તેા હાલની સરકારના જેટલી અન્યાયી અનેલી સરકાર સામા અસહકાર ન કરવા એ જ તમારે માટે સૌથી મોટામાં મોટા ગેરકાયદેા છે એ તમે જોઈ શકશે. મને અગ્રેજો પ્રત્યે દ્વેષ નથી. મને કાઈ સરકાર પ્રત્યે દ્વેષ નથી. પણ અસત્યની બ્લેડે, આંખમીંચામણાંની જોડે, અન્યાયની જોડે મારે હાર્ડવેર છે. જ્યાં સુધી સરકારને અન્યાય કરવા છે ત્યાં સુધી એ મને પોતાને શત્રુ, હાડવેરી ગણી શકે છે. હજુ ગયે જ વર્ષે અમૃતસર કોંગ્રેસ વેળાએ – ઈશ્વરને સમક્ષ રાખીને આ હું તમને કહી રહ્યો છું – મે આ સરકારની જોડે સહકાર કરવા ઘૂંટણુિંયે પડી પડીને જે વિનવણીએ કરી તે એ શ્રદ્ઘાએ કે મને પૂરી ઉમેદ હતી કે બ્રિટિશ પ્રધાના જેએ સામાન્યપણે ડાહ્યો વર્ગ છે તે મુસલમાન લાગણીને ધ્યાનમાં લેશે; પામના અત્યાચારાની પૂરી ભરપાઈ કરશે. અને તેથી જ મે ભરી કોંગ્રેસને ફરી ફરી આગ્રહ કરીને વીનવી કે સરકારે મિત્રતાને હાથ લઆવ્યા છે; આપણે પણ આપણી ખાનદાની સામું જોઈ શ્રધા ધરી આપણા હાથ લખાવવા ઘટે, હું માનત હતા કે ખાદશાહી ઢઢારાને રૂપે ખરા દિલથી સરકાર દોસ્તીના હાથ લઆવી રહી હતી. આથી જ મે પ્રશ્નને સહકારની તરફેણમાં એટલી વીનવી. પણ બ્રિટિશ પ્રધાને એ પેાતાને હાથે મારી એ શ્રદ્ઘાને જમીનદોસ્ત કરી; અને એના એ હું આજ તમારી સામે કેવળ ધારાસભામાં નિરર્થક ધાંચપરાણા કરવા ખાતર નહીં, પણ્ સરકારની જોડે ખરા, વજનવાળા અને દુનિયાની જોરાવરમાં જોરાવર સરકારને પણ થંભાવી દે એવા જોરાવર અસહકાર કરવા વીનવી રહ્યો છું. આ અત્યારે તમારી આગળ મારી માગણી છે, જ્યાં સુધી આપણે ન્યાય નથી મેળવી શકયા, જ્યાં સુધી આપણે નાખુશ તોકશાહીના હાથી આપણું સ્વમાન નથી રહ્યી શકયા, ત્યાં સુધી આપણાથી સહકાર થઈ જ કેમ શકે? આપણાં શાસ્ત્રો કહે છે અને હુ પણ શાસ્ત્રો અને ધર્માચાર્ય પ્રત્યે સપૂ માનપૂર્વક કહું છું કે અન્યાય અને ન્યાય વચ્ચે, અન્યાયી અને ન્યાયપ્રિય
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૦૮
દેખાવ