લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
 
૨૧૧
 

દીનની ઇજ્જતનો સવાલ છે ૧૧ સાવચેત રહેવું ઘટે. આથી હું તમને વીનવું હું કે નવી ધારાસભા જોડે નખરાં કરવાના કે બીજી કશી જ લેવાદેવાના બધા વિચારા આપણે છોડી દેવા. એમ પણ કહેવામાં આવે છે કે પ્રશ્નમતના ખરા પ્રતિનિધિ એવા આપણે જે ધારાસભામાં નહીં જઈ એ તો મોડરેટા જે પ્રજામતનેા સાચો પડઘા પાડનારા નથી તેએ ધારાસભામાં જશે. હું તેમાં મળતા નથી થતા. મોડરેટા શાના ખરા પ્રતિનિધિ છે અને નૅશનાલિસ્ટો શાના છે તે હું નથી જાણતા. હું તો માનુ છુ કે સારામાા અધે છે. હું એ પણ માનુ છું કે ઘણા મોડરેટ સાચા દિલથી માને છે કે અત્યારે અસહકાર અખત્યાર કરવા એ પાપ છે, હું માનપૂર્વક તેમનાથી જુદો પડું છું. તેમને પણ હું કહું છું કે જો તમે ચૂંટણીને માટે ઊભા રહેશે તે તમારી પાતાની ઊભી કરેલી જાળમાં તમે કસાશે. પણ આથી મારી સ્થિતિમાં ફેર પડતા નથી. જો મારા અંતરને એમ જ લાગે કે નવી ધારાસભામાં મારે ન જવું જોઈએ તેા મારે એછામાં ઓછું મારા પૂરતો તે તેને અમલ કરવા જ રહ્યો; પછી બાકીનામાંથી ભલે નવ્વાણુ ટકા ચૂંટણી માટે ઊભા રહે. એ જ જાહેર કામ કરવાના અને પ્રજામત કેળવવાના રસ્તા છે. એ જ સુધારા મેળવવાનો અને ધ રક્ષવાના રસ્તા છે. મારે મન જો એ દીનની ઇજ્જતના સવાલ છે, તા હું એક હોઉં કે હારમાં એક હોઉ, મારે મારા સિદ્ધાંતને વળગી રહ્યુ જ છૂટકો છે. એમ કરતાં મારું મરણુ થાય તેાપણુ એ, જવીને મારું મોઢે મારા સિદ્ધાન્તને નકાર કરવા કરતાં તે! બહેતર જ થયું. હું કરી ફરી કહું હું કે કેાઈ એ પણ ધારાસભામાં જવું એ ભારે ભૂલ છે. હાલની સરકાર જોડે આપણાથી સહકાર ન કરી શકાય એમ જે આપણને સાચે જ લાગી ગયું છે તે આપણે છેક મથાળેથી જ આરંભ કરવા જોઈ એ. પ્રજાના આપણે સ્વાભાવિક આગેવાના છીએ અને આજે પ્રજાને અસહકારની સલાહ આપવાને અધિકાર તેમ જ શક્તિ આપણે મેળવેલાં છે. તેથી હું તે ફરી ફરીને એ જ કહેવાના કે નવી ધારાસભા માટે કાઈ પણ શરતે ઊભા રહેવુ એ અસહકારના ધારણથી વિરુદ્ધ જ છે. વકીલે અને અસહકાર બીજું પણ એક કહ્યું પગલું મેં સુચવ્યું છે, વકીલાએ વકીલાત છેડવાનું. સરકાર વકીલાની મદદથી પોતાની સત્તા કેટલી નભાવે છે એ જો હું પૂરેપૂરું જાણું તે મારાથી બીજી સલાહ આપી જ કેમ શકાય ? દેશની લડત ચલાવનારા આપણા હાલના આગેવાામાં ઘણાખરા વકાલા જ છે એ વાત સાચી છે. પણ જ્યારે સરકારની પ્રવૃત્તિને થંભાવી દેવાની વાત આવે ત્યારે તે હું જાણું જ છું કે સરકાર પોતાનું માન અને મેભા