હું' તે મુત્સદ્દીઓના કુળને રહ્યો ૨૧ અનેનાં દિલ એટલાં બધાં નાજુક છે કે કાંઈ પણ વિષમતાથી એની ઉપર અસર થયા વિના રહેતી નથી, છતાં અમે તે આઝાદ આલમગીરાની માફક કરીએ છીએ. તેનું કારણ શું? કર્તવ્યપાલનનું ભાન. એ જ આઝાદી હરેક વ્યક્તિ બેગવી શકે છે. શમશેરના ઉપાય આની સાથે સરખાવેા. એ શક્ય છે, પણ વ્યવહારુ નથી. એની અવ્યવહારુતાના શૌકતઅલી જ જીવતાજાગતા દૃષ્ટાન્ત છે. શૌકતઅલી તા ભારે તાલીમબાજ છે, મેટા પહેલવાન છે, આપણા જેવા અનેકને ચપટીમાં મસળી નાખે એવા છે. પણ તે સમજે છે કે તેઓ એકલા તલવાર લઈ તે ઝૂઝી શકે નહીં, ઝૂઝે તે તેમાં કાંઈ સાર નથી. ત્યારે અસહકારમાં તે દેશ પણ ઊતરી શકે અને એકલશૂરા લડવૈયા પણ નીકળી શકે. દેશજાગૃતિ થતી જવાની એટલે એ ઉપાયની વ્યવહારુતા વધતી જવાની. ઉ અસહકાર અને રાજ્યમાન્ય ઉપાય પ્ર – રાયમાન્ય ઉપાયેા ઉપરથી તમારે વિશ્વાસ ઊડી ગયા છે ? - - ના. હરિંગજ નહીં. રાજ્યમાન્ય ઉપાયાને શિરામણિ આ ઉપાય છે. આ સિવાયના બીજા ઉપાયામાં મારા વિશ્વાસ ઊઠી ગયા છે ખરેા. મેં કેટલા અને કયા કયા ઉપાયેા લીધા એની તમને અને દેશને મે ખબર નથી આપી. મારું કાવ્યું. હું બધું કરી ચૂકયો. ભાગ્યે જ કાઈ ને ખબર હશે કે મોન્ટેગ્યુની સાથે મસલત કરવાની મુસલમાન ભાઈ એની મને કરમાશ થયાથી મેં હિન્દુસ્તાન સરકારને તેમની પરવાનગી અને અનુમતિ માટે માગણી કરેલી. હિન્દુસ્તાન સરકારે તે ભલમનસાઈથી મને ઉત્તર આપેલો કે તમારા જવામાં અમે અડચણ ન નાખીએ, પણ અનુમતિ પણ ન આપીએ. એટલે મે મોન્ટેગ્યુ સાહેબને તાર કર્યાં. તેમણે મને તડ અને ફડ જણાવી દીધું કે - સુલેહની શરતા ટ્ટીના લેખ જેવી છે. એ લેખ કાંઈ મટે એમ નથી. તમારે એ મટાડવા આવવુ હોય તે આવશે। મા. બાકી સુલેહમાંથી ઉપસ્થિત થતા તથા હિન્દુસ્તાનના હિતના બીજા સામાન્ય સવાલની ચર્ચા કરવા આવવું હાય તે આવે !' આ જવાબ પછી મારા બીજા ઉપાય અંધ પડયા. હું તે મુત્સદ્દીઓના કળા રહ્યો, પણ મારા જેવા એક્કાનું મુત્સદ્દીપણું પણ કાંઈ કામ ન આવ્યું. તમે હરગિજ ન માનો કે હું કૈાઈ ઉપાયની અવગણુના કરું છું. સ્વરાજ્ય માટે જે ભારે ચળવળ .ચલાવતા આવ્યા છીએ તેની કિ ંમત હું બરાબર સમજું છું. તિલક મહારાજે જે ભગીરથ પ્રયત્ન કર્યાં છે તે કાંઈ મારાથી ભુલાય એમ નથી, પણ એ જુનવાણી રીત મૂકીને
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૨૧
દેખાવ