. ૩ જુલસી અમલદારેાને ખરતરફ કરવા તેઈતા હતા ખરા ? જ વધુ દેશસેવા થઈ શકે છે. હિન્દના એક પૂરા લેાકમાન્ય ધારાસભાની બહાર રહ્યા તેથી જ આવડી અલૌકિક લોકસેવા કરી શકયા. એ ધારાસભામાં ગયા હોત તો કરાડા હિન્દી ઉપર આવી જાદુઈ અસર પાડી શકત અસહકાર વિષે તેમનેા મત તમારી આગળ રજૂ કરવામાં આવ્યા છે; પણુ તેની સાથેની બીજી વાત તમને નથી કહેવામાં આવી, તે મારે કહેવી રહી. તેમના મરણુ અગાઉ પંદર દિવસ પર હું તથા ભાઈ શૌકતઅલી તેમને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે હું પોતે એવા મતને હ્યું કે ધારાસભામાં જઈ તે જરૂર પડે ત્યાં સરકારને હરકત કરવી અને જરૂર પડે ત્યાં સહકાર કરવા એ બહેતર છે,' પણુ ભાઈ શૌકતઅલીએ તેમને પૂછ્યું કે આપે દિલ્હીમાં મુસલમાનોને વચન આપેલું તેનું શું? ' લેાકમાન્યે જવાબ આપ્યા અલબત્ત, જો મુસલમાના કરશે — અને આ શઘ્ર કેવળ ધારાસભાના અહિષ્કાર પૂરતા જ નહોતા — તા હું તમને મારે। કાલ આપું છું કે મારા પક્ષ તમારી જોડે જ રહેશે.’ પશ્ચાત્તાપ કર્યાં છે? અને આ ધારાસભાએ શું છે? શું તમે એમ માને છે કે ત્યાં જવાથી અને જઈ તે ચર્ચા કરવાથી તમે બ્રિટિશ પ્રધાને ઉપર અસર કરી તુર્કી જોડેની શરતો ફેરવાવી શકવાના છે અથવા પંજાબને માટે પશ્ચાત્તાપ કરાવી શકવાના છે? માલવિયાજી કહે છે કે કોંગ્રેસ કમિટીની ઘણીખરી માગણીએ હવે જલદી જ પૂરી પાડશે, કારણ જુલમમાં ભાગ લેનારા ઘણાખરા વડા અમલદારા ચાલ્યા ગયા છે અગર જવાના છે, અને ખુદ વાઈસરોય પશુ. ઉનાળા આવતાં જશે. હું માનપૂર્વક જણાવું છું કે મેં પોતે તે આટલું જ કરાવવા રિપોર્ટ માં કલમ નથી વાપરી. મે’ તે આ વિષે ચર્ચા થઈ ત્યારે એ જ વાત પર ભાર મૂકયો હતા કે અમલદારાતે તેમની નાલાયકી અને જુલમાટની ષ્ટિએ જ બરતરફ કરવામાં આવે, તેમની મુક્ત પૂરી થયે નહીં; અને વાઈસરોયને પણ તે તેની મુદત પૂરી થયા અગાઉ રાષ્ટ્રનામું ન આપે તે રિટાયર થવાની ફરજ પાડવામાં આવે. મુદત પૂરી થયે તે વાઈસરોય શું કે ખીજા અમલદાર શું, કયારે જાય છે એ લઈને મારે શું કરવું છે? મારે તેમની પાસે પશ્ચાત્તાપ કરાવવેા છે, તેમનાં અંત:કરણ બદલવાં છે; અને તેમાંનું કશું તે હું નથી જ જોતો, એવી સ્થિતિની અમૃતસર કોંગ્રેસ વેળાએ મેં ઉમેદ રાખી હતી તેથી જ સરકાર જોડે સહકાર કરવાની તરફેણમાં મે કોંગ્રેસને તે વેળાએ એટલે બધા આગ્રહ કર્યો હતો. પણ પાછળથી મારી આંખેા ઊધડી અને દુ:ખી અંતઃકરણે મેં જોયું કે બ્રિટિશ પ્રધાનમંડળે કે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૩૮
દેખાવ