૨૪૦ હિન્દુ મુસલમાનને પડખે રહે - ધારાસભામાં જઈ વાદારીના સોગંદ લેવાને પાપ માને છે. અહી વહેવારુ મનાતી રાજનીતિના હિમાયતી આગેવાનોનુ આ વાત તરફ઼ હું ખાસ. ધ્યાન ખેંચુ છું. જો તમે એમ માનતા હો કે મુસલમાનોના ધરાવ નામના જ છે તો મારી દલીલ અલબત્ત ભાંગી પડે છે. પણ જો તમે માનતા હો કે મુસલમાનેા ઊંઘમાં વાત નથી કરતા, તેઓ થયેલા અન્યાયથી ઊકળી રહ્યા છે અને દિવસ જતા જાય છે તેમ એ અન્યાયની લાગણીઓ માળી પડવાને કે ભુલાઈ જવાને બદલે વધુ ને વધુ તીવ્ર થતી જાય છે — તો તમે જોશો કે હિન્દુ મદદ કરે કે ન કરે તોપણ મુસલમાનો તો આગળ વધ્યે જ જવાના. એ જ બાબતને નિર્ણય આ કોંગ્રેસે કરવાનો છે. તેથી હું માનપૂર્વક જણાવું હું કે મેં વગર વિચાયે આ રસ્તા નથી પકડયો, વગર વિચાર્યે મારા જેવા એક સામાન્ય, એકાકી, ભૂલ કરનારા માણસે દેશના સારામાં સારા આગેવાનો સામે ઊભા રહેવાનું માર્ચ નથી લીધું. એમાં જ હું તેા ધર્મ જોઈ રહ્યો છું. હિન્દુ મુસલમાન વચ્ચે એકતા કરવી હોય, અને તે કાયમની કરવી હોય તો અત્યારે ત્યાં સુધી મુસલમાનો ખાનદાન રસ્તે, ખુનામરકી વગર, ગેરવાજબી માગણીઓ ન કરતાં ન્યાયની માગણી કરી રહ્યા છે ત્યાં સુધી હિન્દુઓએ સંપૂર્ણ રીતે તેમની પડખે ઊભા રહ્યા વિના છૂટકો નથી. અગત સુખશ્વ વિ॰ અતઃકરણ હું તમારો વધુ વખત નહીં રોક મેં વકીલ ન બનતાં નિષ્પક્ષપાતપણે દરેક દલીલ તમારી સમક્ષ મૂકી છે. મે તો પંચ તરીકે આ વસ્તુ તમારી પાસે મૂકવા પ્રયત્ન કર્યો છે, જે માટે હું માલવિયાને આભારી છુ. એમને હું એટલા માનું છું કે એમને રીઝવવાની ખાતર હું પ્રાણ આપતાં પણ ન અચકાઉં. પણ ફરજ અને અંતઃકરણના અવાજતી વાત આવી પડે ત્યારે તો એમના પ્રત્યેની મારી ફરજમાંથી પણ હું મુક્ત થાઉં છું અને એ પણ મને મુક્ત કરે છે; અને જો હું એમને માન આપતો હતો એમના મતથી જુદો એવા મારા અંતઃકરણને શુદ્ધ લાગે છે તે મગ લઈ શકું છું, તે આ મંડપમાં મળેલાં સવ ભાઈબહેનોની પાસેથી પણ હું એ જ માગી લઉં છું કે મારા પોતાના વિષના કોઈ પણ નૃતનો ખ્યાલ તમારે। મત આંધવામાં બિલકુલ વચ્ચે ન આવવા દેતાં તમે આ ઠરાવ ઉપર તમારા મત આપો. અંતે, જે તમે આ ઠરાવ માર કરે તે તે ઉઘાડી આંખે કરજો. તમારામાંથી દરેક જણ દેશને માટે અને કાયમની હિન્દુમુસલમાન એકતાને માટે ઠરાવમાં સુચવેલા આપભેગ આપવા તૈયાર અને શક્તિમાન હો, તે વગર આનાકાનીએ આ ઠરાવ પસાર કરો; ન હો તે તેટલી જ દૃઢતાપૂર્વક તેને નામંજૂર કરવાનુ બળ બતાવજો.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૪૦
દેખાવ