પશ્ચિમની માયાથી ભેળવાઈ રહેલા છીએ ૨૪૫ વ્યાપક છે. હિન્દુ ધમ તે જે રીતે સમજું છું તે પ્રમાણે એ અતિશય એમાં ખીજા બધા ધર્મો માટે સમભાવ રહેલા છે, માન રહેલુ છે. એટલે જ હું મારા ધર્મોના સંરક્ષણ માટે જેટલા ઉત્સાહ અને વેગથી પ્રયત્ન કરું તેટલા જ ઉત્સાહ અને વેગથી ઇસ્લામનું સંરક્ષણ કરતા તમે મને જુએ છે. ઇસ્લામના અચાવ કરવામાં તે મને હર્ષોંના ઘટડા આવે છે, કારણ મને લાગે છે કે તેમ કરતાં હું મારા પોતાના ધર્મના બચાવ કરવાને માટે લાયકાત મેળવી રહ્યો છું. યુરોપની પાશવી સત્તાનું જોખમ ઇસ્લામ ઉપર જેટલું ઝઝૂમે છે તેટલું જ હિન્દુ ધર્મ ઉપર ઝઝૂમે છે. આજે ઇસ્લામા વારેા છે, કાલે હિન્દુ ધર્મના વારા આવે. મને લાગે છે કે હિન્દુધર્માંની ઉપર જોખમ તે જ્યારથી બ્રિટિશ સત્તા આ દેશમાં આવી ત્યારથી છે. એ ોખમ અહુ સૂક્ષ્મ રીતે રહેલું છે. મે જોયુ છે કે આપણા વિચારના પાયા પાશ્ચાત્ય અસરે કરીને હાલી ઊંચા છે. પાશ્ચાત્ય સભ્યતા શયતાનની પ્રવૃત્તિરૂપ છે. અનેક વર્ષો થયાં આપણે કાઈ અજબ માયાથી ભેાળવાઈ રહેલા છીએ. મારી આંખે ખરેખરી તે ગયે વર્ષે જ ઊઘડી. મિત્રરાયે યુદ્ધમાં જોડાયાં ત્યારે તેમનેા પ્રગટ હેતુ તેા નબળાં રાષ્ટ્રાનું સ ંરક્ષણ હતા, પણ એ હેતુની પિછેડી નીચે તેઓએ અનેક ફૂડકપટાના પ્રયોગ કર્યાં. છતાં ગઈ અમૃતસર કોંગ્રેસ વખતે સરકાર સાથે સહકાર કરવા માટે મે દેશને અતિશય આગ્રહપૂર્વ અને ખરા દિલથી વિનતી કરી, કારણ મને ત્યાર સુધી ભરાસા હતા કે બ્રિટિશ પ્રા પેાતાનાં પાપા માટે પશ્ચાત્તાપ કરશે, બ્રિટિશ પ્રધાન પોતાનાં વચને પાળશે. પણ પામના પ્રકરણને નિકાલ થતાં અને તુર્કી સુલેહની શરતો પ્રગટ થતાં મારા એ બધે વિશ્વાસ નાબૂદ થયા. હું એવા નિય ઉપર આવ્યો કે મનુષ્યને જીવનમાં એક વાર એવા પ્રસંગ જરૂર આવે છે કે જ્યારે ખુદા શયતાન એ બેમાંથી એકના પ'થ તેણે ગ્રહણ કરી લેવા જોઈ એ. બ્રિટિશ રાજસત્તાની સાથે આટલાં વર્ષોના સહકારના પરિણામે મે એ જોયું કે એ સત્તાધીશે સાથે જે પ્રસગ પાડે છે તેની અવનતિ થાય છે. મને ચેાક્કસ લાગી ગયું કે જ્યાં સુધી હિન્દ પેાતાનેા આદેશ સમજી ન જાય અને ઈંગ્લંડની પ્રજાની સાથે પેાતાના સરખાપણાનું આખી પ્રશ્નને ભાન જાગ્રત ન થાય, ત્યાં સુધી બ્રિટિશ સંબંધ ચાલુ રહેવાથી આપણા અધ:પાત ચાલુ જ રહેવાને. મેં એ પણ જોયું કે મુસલમાનની સાથેનું આપણું એકથ જાળવવું એ બ્રિટિશ સંબંધ જાળવવા કરતાં અનેકગણું વધારે કીમતી છે, અને મુસલમાનની સાથેનું એકચ આપણે તેમને અણીને ટાંકણે મદદ ન કરીએ તેા ટકાવવું મુશ્કેલ છે. વળી રાષ્ટ્રશરીરને ચોથા ભાગ રહી ગયેલા હાય તો આપણા દેશાભિમાનને વિકાસ થવા અશકય છે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૪૫
દેખાવ