લટ મિલેાને ધિક્કારવાનું સાટું કારણ ૫ મુલાકાતે ઘેાડા દિવસ માટે ન આવે ? અને તમારી સલાહથી અમને મદદ. ન કરે? જરૂર હું તમારી પાસે આવી જાઉં પણ સઘળી બાજુને વિચાર કરતાં અમને એમ લાગે છે કે મારા જેવા એકાદ માણસને તમારા વિચારા કહી બધાને સમજાવવાનું તેને સાંપા તેને બદલે આ તરફનાં કેટલાંક મહત્ત્વનાં મકાની તમે પોતે જ મુલાકાત લે એનુ પરિણામ ઘણુ સારું આવે. અમે દુઃખમાં છીએ અને નિરાશામાં પણ. રાષ્ટ્રીયતાના જે મજબૂત કિલ્લા ગણાય છે અને જેમના ઉપર ગરમ વિચારવાળા પ્રચ્છન્ન રાજદ્રોહીઓ હાવાતા શક લાવવામાં આવે છે તેમની અણધારી પ્રવૃત્તિએએ અમારાં દુ:ખ અને નિરાશામાં મોટા કાળેા આપ્યા છે અને હજી આપી રહી છે. આ દુષ્ટ મુશ્કેલીઓને પહોંચી વળવા હિમ્મતપૂર્વક મહેનત કરવાની અને ઈશ્વરને મજૂર હૈાય તેવા શકય તેટલા તમામ ઉપાયો યાજવાની આપણી પવિત્ર ફરજ છે. આ જીવસટાસટની ઘડીએ અમારી વહારે ધાવા આપને વિનતી છે. “ મારા કાયમી સરનામે જવાબ લખવા કૃપા કરશે. તેમને ઉત્તર : વિજયરાઘવાચારીના અંતે પ્રેમપૂર્વક નમસ્કાર “તમારા કાગળ બહુ સુંદર છે. તે ઉપરથી મને એમ થઈ જાય છે કે હું હમણાં જ મદ્રાસ દેૉડી નઉ. બહુ વખતથી ત્યાં જવાને વિચાર તે ક જ છું. ગુ મારી કથળેલી યિત આડે આવ્યાં કરી છે. અત્યારે પણ તબિયત સારી નથી. છતાં લત વહેલી ન પડે તે અથવા અલીભાઈ આ માટે મારે લખનૌ ન જવું પડે તે જરૂર વહેલી તકે હું મદ્રાસની મુલાકાત લઈશ. મને ચોક્કસ લાગે છે કે સિલેક્ટ કમિટીમાં આ બિલામાં ધરમૂળના ફેરફાર ન કરવામાં આવે તે તેને સખતમાં સખત વિરોધ આપણે કરવે જ જોઈશે. આ બિલે બહુ ભયકર છે એટલા જ માટે હું એમને ધિક્કા છું એમ નથી. ધિક્કારવાનું માટુ કારણ તા એ છે કે આ બિલે હિંદી સરકારના હાડમાં ઊડે ઘર કરી બેઠેલા રાગની અચૂક નિશાની છે, એ રાગથી સરકાર મુક્ત થાય તે જ આ સુધારાની અંદર આપણે કાંઈ કે સાચી સ્વત ંત્રતા ભાગવી શકીએ. તમને થોડા વખતમાં જ ફરી લખવાની હું આશા રાખું છું. સત્યાગ્રહના પ્રશ્ન ઉપર વિચાર કરવા આવતી કાલે જ ગુજરાતીઓની એક સભા રાખી છે. સત્યાગ્રહમાં જે અર્થ સમાયેલા છે તે પેસિવ રીઝિસ્ટન્સ શબ્દથી બહુ ઓછા વ્યક્ત થાય છે. ” C
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૫
દેખાવ