મારા દીકરા મારા નથી, ખુદાના છે ૨૭૭ મારા જેવી મુજરગ માત્ર નહીં, પણુ જુવાન છેાકરીએ પણ આવી મિજલસામાં ભાગ લેશે.” આ વાકયને ભારે હર્ષનાદ સાથે લોકએ વધાવી લીધું, અને એ હર્ષનાદથી જાણે તેમના અવાજમાં પણ જોર આપ્યું હોય તેમ તે પોતે જ ખેાલવા લાગ્યાં. એ ત્રણ મિનિટ મેલ્યાં હશે, પણ તેની ચમત્કારિક અસર થઈ. તેમણે પૂછ્યું, “હું તમને પૂછું છું કે ખુદા જોરાવર છે કે સરકાર તમને પેદા કાણે કર્યાં? તમે જાનમાલ બચાવીને શી ઇજ્જત મેળવવાના છે? હિ મતને મજબૂત કરેા, ખુદાને યાદ કરેા. મુસલમાનને માટે ઇસ્લામથી વધારે કૈાઈ વસ્તુ નથી. મારા પોતાના દીકરા મારા નથી, એ ખુદાના છે. ખુદા તેને મારે કે ઉગારે. મે તેમને ખુદાને સોંપ્યા છે. ખુદાને ડર કરા, ઇન્સાનના શે! ડર કરે છે? ખુદા તમને તાકાત આપે — એટલું કરવાની કે જેથી તમારી, તમારા દેશની, તમારા ધર્માંની ઇજ્જત કાયમ રહે. હિંદુમુસલમાન એક થાએ. પછી સરકાર તમને મારી નથી શકતી; અને મરવાનું એક વખત છે.” આની શી અસર થઈ હશે એ તે આ ટૂકાં ને ટચ હૃદયસોંસરાં પેસી જનારાં વાકયો વાંચવાથી જ કલ્પી શકાશે. મત લેવાતાં બે કે ત્રણ હાથ હરાવની વિરુદ્ધ હતા. બાબુ ભગવાનદાસે બહુ ઔદાયથી એ રાવ પસાર થયેલા જાહેર કરતાં કહ્યું : “ અલીભાઈ એની માતા નહીં, પણુ હિંદુ અને મુસલમાન એ કામરૂપ પુત્રાની માતા - એ દેવીએ આપણુને આશીર્વાદ આપ્યા છે. આપણું કુશળ છે. " - યુનિવર્સિટીએ પાસે અસહકારના હરાવ પણ એથીયે વધારે અગત્યના રાવ તા હજી બાકી હતો. એ કરાવ મુસ્લિમ યુનિવર્સિટી અલીગઢ, અને કાશીનું હિંદુ વિશ્વવિદ્યાલય સરકારની મદદ લેતાં બંધ થાય અને સરકારના ‘ચાર' કાડી નાખે, તેમ ન થાય તે વિદ્યાથીએ એ સંસ્થાને ખાલી કરે એ મતલબની લાગતાવળગતાઓને ભલામણુ કરવાના હતા. એને માટે ખેલનારા પસંદ કરવામાં પણ ભારે ઓચિત્ય હતું. અલીગઢ માટે ઊભા થયા શૌકતઅલી, જેમણે અલીગઢ કાલેજને પેાતાની માતાની જેટલી ચાહી છે, જેની આબાદીમાં એમણે અભિમાન લીધું છે. કાશીના વિશ્વવિદ્યાલય માટે ઊભા થયા પતિના દિલોજાન દોરત અને વિશ્વવિદ્યાલયને નખથી શિખ સુધી જાણનાર મામુ શિવપ્રસાદ ગુપ્ત. મૌ. શૌકતઅલીએ જણાવ્યું કે, “લાખ રૂપિયાની ગંદી ગ્રાન્ટ સરકારને પાછી એનાયત કરીને શિક્ષણમાં અસહકાર કરવાની ભારે પરીક્ષાઓ પાસ થવાનું અલીગઢના નસીબમાં છે. બારસા છેકરા ખાલી કરી તેને ખિલાતની ખિજમતમાં હું મેકલી શકીશ તે તે તાલીમના કરતાં હું તેમને બીજી વધારે ચડતી તાલીમ કઈ અપાવી શકીશ ? ’
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૭૭
દેખાવ