- અલીગઢ યુનિવર્સિટીમાં ૧૯ ગાંધીજી, મૌલાના શૌકતઅલી અને મહમદઅલી મળ્યા. શરૂઆતમાં ગાંધીજીએ અસહકારના સિદ્ધાન્ત વિદ્યાથી એને સમજાવ્યા. પોતાની અનેક વષૅની સલ્તનતની સેવા - નિ:સ્વાર્થ સેવા - સલ્તનતની સાથેને અનેક વર્ષો સુધીને સહકાર અર અને ઝુલુ લડાઈ, તથા ગઈ લડાઈ વખતે પોતે કરેલા સરકારનેા સહકાર, અને ગયા છ મહિનામાં રાજ્ય પરના ઊઠી ગયેલા પોતાનો ઇતબાર એ સઘળું ખૂબ વિગતથી તેમણે કહી સંભળાવ્યુ, અને ખૂબ અદબથી ટ્રસ્ટી- એને સરકારની મદદ છેડી દેવાની નેટિસ આપવાની, તથા તેમ ન થાય તે પોતાનાં માબાપોને કૉલેજ છેાડી દેવાની પરવાનગી આપવાની વિનતી કરવાની તેમણે વિદ્યાર્થીઓની પાસે માગણી કરી. વિદ્યાર્થીઓમાં તે ઘણા દિવસથી ખળભળાટ પેદા થઈ જ રહેલા હતા. તેમાંથી ઘણાએએ ઊઠીને સવાલા કર્યાં. એક બૅરિસ્ટર જે અગાઉ અલીગઢના વિદ્યાથી હતા તેમણે ખૂબ દલીલા કરી તમારું કામ ખંડનાત્મક (destructive) છે, મડનાત્મક (constructive ) નથી. જ્યાં સુધી નવી કૉલેજ નહીં બનાવી શકે ત્યાં સુધી વિદ્યાથી એ શું કરશે? સરકારની પાસેથી જે ગ્રાંટ મળે છે તેટલી આપે, પછી કૉલેજ બંધ થઈ શકે, તાલીમ બહુ ઉત્તમ નહીં મળતી હોય તેપણુ ત્યાજ્ય તાલીમ તેા નથી જ મળતી.” એવી એવી દલીલેા કરી. ગાંધીજીએ કબૂલ કર્યું, “આ કામ ખંડનનું જરૂર છે, પણુ હાલ જે ખરાબ ઘાસ ઊગી નીકળ્યુ છે તેને જડમૂળથી ઉખેડવાની જ જરૂર છે કે જેથી તેમાં સારું અનાજ વાવી શકાય. ” તાલીમના સારામાઠાપણા વિષે ગાંધીજીએ એટલુ જ જણાવ્યું કે, જ્યાં તમારે ઘડીભર પણ યુનિયન બૅંકના વાવટાને કબૂલ કરવા પડે છે, જેમાં કાઈ પણ ગવન ર્ અગર ખીજો મેટા અમલદાર આવે તેને તમારે કહેવુ પડે છે કે તમે વફાદાર છે!, અને હકીકતમાં તમે વફાદાર નથી, ત્યાં ઘડીભર પણ તમે કેમ રાકાઈ શકેા ?” પૈસા વિષેની દલીલની સામે ગાંધીજીએ જણાવ્યું કે, “ સ્વતંત્ર થયેલી કૉલેજને માટે તે નાણાં વધારે આવી પડશે, અને જ્યાં શૌકતઅલી અને મહમદઅલી જેવા ભડ પડયા છે ત્યાં પૈસાને શે। ભય હાય ? ” મૌ. શૌકતઅલીએ પણુ આ સવાલજવાળમાં બહુ આવેશપૂર્વક ભાગ લીધેા હતેા. તેમણે જણુાવ્યું કે, ખિલાતને માટે તમારી પ્યારામાં પ્યારી કોલેજ છેડવાને તમે તૈયાર થા છે એ જ કાંઈ નાનીસૂની તાલીમ નથી. ઇસ્લામના દુશ્મનોની સેવા કરે, ખુશામત કરે, તે ટ્રસ્ટીઓની કૉલેજ મુસ્લિમ કહેવાય નહીં.” મૌ. મહમદ- અલીએ સવાલ કરનારા ભાઈ ને પૂછ્યું, “તમે કૉલેજને વધારે ચાહે છે કે મુસલમાન ધમ તે વધારે ચાહેા છે? તમારે અંગ્રેજોની સાથે દુશ્મનાઈ નહેર થઈ છે કે નહીં? જઝીરત-ઉલ-અરબમાં બ્રિટાનિયાને કબજો છે કે નહીં? CC -
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૭૯
દેખાવ