લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
 
૨૮૧
 

સચ્ચાઈની પરીક્ષા કુરબાની છે ૨૦૧ એમ ગાંધીજીએ ઉપદેશ આપ્યા છે. આ જ ઉપદેશ સવારના જે સ્ટેશા અમારે રસ્તે આવ્યાં ત્યાંના લેાને આપતા ગાંધીજી ૧૪મી તારીખે કાનપુર આવી પહોંચ્યા. કાનપુરમાં સ્ત્રીઓની એ સભાએ આગળ ગાંધીજી એલ્યા, બપોરે તેમણે સરકાર પાસેથી મદદ ન લેતી એક ગુજરાતી શાળા ખેલી, અને સાંજે જાહેર સભામાં ગયા. સાંજતી સભામાં હાજર રહેલા માસાને અ ંદાજ ત્રીસથી ચાળીસ હજારતા કહેવાય છે. વ્યવસ્થાની ખામી તે અહીં પણ જણાતી હતી. વ્યાખ્યાનપીડ સુધી પહોંચતાં જ દસ પંદર મિનિટ ગઈ હશે. પણ સભાનું કામ શરૂ થઈ ગયા પછી ભારે શાંતિ પથરાઈ રહી. ગાંધીજીનું ભાષણ વ્યવસ્થા- શક્તિની આવશ્યકતાથી શરૂ થયું. તેમણે જણાવ્યું : “ આપણે હિન્દુરતાનનું રાજ્ય ચલાવવા માગીએ છીએ તે આપણામાં અંગ્રેજની વ્યવસ્થાશક્તિ આવવી જોઈ એ. મેં આ જલસાના કરતાં પણ મોટું લશ્કર જોયું છે; તેની સાથે કૂચ કરી છે; પણ તેમાં મેં ભારે તાલીમ જોઈ હતી. સવારના એ વાગ્યે ઊડી દસ હજાર માણસાને લઈ તે મે જાતે કૂચ કરી છે. રાતના અમને હુકમ મળ્યા હતા, અને ગુપચુપ સવાર સુધીમાં તે અમુક જગ્યાએ પહોંચી જવાનું હતું. સવાર સુધીમાં અમારામાંથી નથી કાઈ એ એકબીજા સાથે વાતો કરી કે નથી બીડી પીવાને માટે દીવાસળી સળગાવી. પણ ત્યાં તેા તલવારથી મુકાબલો કરવાના હતા. અહીં તે। તલવાર છેડીને મુકાબલા કરવાના છે. એટલે લશ્કરી તાલીમના કરતાં પણ વધારે ભારે તાલીમ જોઈ શે. એ તાલીમ વિના આપણી લડત લડવી બહુ કાણુ થઈ પડશે. લડતમાં તેની બીજી સૂચી હિન્દુમુસલમાન મહાબતની છે. મેટાની મહાભૂત નહીં, પણ માજણ્યા ભાઈ આની વચ્ચે જે મહાબત હોય છે તે મહેાબત હિન્દુમુસલમાનો વચ્ચે થાય એમ હું ઇચ્છું છું.” સરકારની સાથે અસહકાર એટલે આન્તર સહકાર. આન્તર સહકારનું અસહકાર ચલાવવેા અશકય છે એમ તેમણે જણાવ્યું. ભાન ન થાય તે “આન્તર સહકાર કરીને જે કુરબાની થશે તેમાં કાંઈ ઓર જ જોર હૉ; તેમાં મકાને બાળવાપણું નહીં રહે; તેમાં દિલને જલાવવાપણું રહેશે અને દિલને જલાવ્યા વિના દિલની કુરબાની નથી થઈ શકવાની,” < અસહકારના કાર્યક્રમની ઉપર કેટલુંક વિવેચન કરીને તેમણે ઉપસ દ્વાર કરતાં જણુાવ્યું : “ આપણે! પક્ષ સચ્ચાઈ ને! છે એ વાત ખરી, પણ સચ્ચાઈની સાથે કુરઆની આવે તે જ સચ્ચાઈ જીતી શકે છે. સચ્ચાઈની પરીક્ષા કુરબાની છે.”