૨૦૨ બ્રિટિશ સહતનત શયતાનિયતની મૂતિ મૌ. મહમદઅલીએ હમેશની જેમ એ વાત ઉપર ખાસ ભાર મૂકયોઃ “ એક તે એ કે બહારના કાઈ ઉપર વિશ્વાસ રાખવામાં કાંઈ સાર નથી; અને બીજી એ કે તમારે પેાતાની આઝાદી જાળવવી હોય તેા બહારના તમારા પાડેાશીએની પણ આઝાદી જાળવા. આખું યુરેાપ ખુવાર થઈ તે આજે એન્ડ્રુ છે. પારકાએની ગુલામીની સાંકળ વધારે મજબૂત કરવાને સરકારને હિન્દુસ્તાનના જ ગુલામેા મળે છે. તમે એ કાય ચાલુ રાખશેા તો એમ ખચીત સમજો કે જેમને તમારા વડે તે ગુલામેા બનાવી રહ્યા છે તેમની મદદ વડે તમારી ગુલામી પણ કાયમ રાખવાની એ સલ્તનત પેરવી કરશે. તમને ગુલામેાથી ઘેરી લઈ તે તમે કાઈ દિવસ ચૂં કે ચાં ન કરી શકેા એવી સ્થિતિ ઉત્પન્ન કરવાની અનિશ પેરવીમાં એ સતનત છે.” લખનૌની ભારે સભા કાનપુર છોડી અમે લખનૌ ગયા. આખા પ્રાન્તમાં એછામાં એછી ાગૃતિવાળું લખનૌ ગણાય છે. સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી લેવાને એ વ ઉપર ગાંધીજી જ્યારે લખનૌ ગયા હતા ત્યારે ત્યાં સભા ખેલાવવાની પણ ગાંધીજીને મહામુસીબત પડી હતી. જેમ તેમ સભા ખેલાવેલી અને તે પણ હમણાં જ બે વર્ષ અને નવ મહિનાની જેલ મેળવીને આઝાદ થયેલા માલવી ઝરુલમુલ્યે જ્યારે પ્રમુખ થવાનું બીડુ ઝડપેલું ત્યારે જ થઈ શકેલી. એ સભામાં હાજરી પણ માંડ માંડ પાંચસે માણસાએ આપેલી. એ જ લખનૌમાં તા. ૧૬મીને દિવસે ‘રિફાઈ આમ નું મોટું ચોગાન માણસોથી ઊભરાઈ રહ્યું હતું. વ્યવસ્થા` પણ ભારે હતી, અને વ્યાખ્યાતાની શરૂઆત થઈ એટલે આખી પચીસ ત્રીસ હજારની સભા ચિત્રવત્ બની ગઈ હતી. . આમ આ સભા ભારે હતી, ત્યારે તેની ઊણપ એ હતી કે તેમાં શહેરના આગેવાનેાનું નામનિશાન ન હતું. આ દુ:ખની વાત છે ખરી, પણુ નાઉમેદ કરનારી વાત નથી. પ્રશ્ન જ જાગ્રત થઈ ને ઊંઘતા આગેવાનાને જગાડશે, અને તેએ નહીં નગે તે તેઓ આગેવાન થતા પણ મટશે. જમાના બદલા જાય છે, તેમ પ્રામાંથી નવા કામ કરનારા —— કુરબાની કરનારા આગેવાનો ઉત્પન્ન થશે. ગાંધીજીએ પોતાના ભાષણુની શરૂઆત કરતાં જણાવ્યું કે, “ આપણે તે મેટું રાષ્ટ્રીય લશ્કર બનાવવાનું છે. ભારે તાલીમ વિના આપણે તેવુ લશ્કર નથી અનાવી શકવાના.” આગળ એમણે જણાવ્યું કે, “ બ્રિટિશ સલ્તનત આજે શયતાનિયતની મૂર્તિ રૂપ છે, અને જે ખુદાના બદા છે તેએ શયતાનિયતની સાથે મહાક્ષત રાખી શકતા નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૮૨
દેખાવ