૪ સરકાર ડાકુના કરતાં મૂરી છે માગણી કરી શકતા જ નથી. આવી માગણી કરવી એ જેલમાં જવાની આપણી દાનત નથી એમ બતાવે છે. આપણે શા માટે એમ કરીએ છીએ તે સમજાતું નથી. જલમુશ્કને પોતાને તે જેલ મહેલ સમાન છે. આપણે તે એવું કામ કરવુ કે જેથી સરકાર ત્રાડે ત્રાડ઼ે પોકારે અને આપણું માગ્યું આપે, અથવા આપણને દરિયામાં નાખે. ગુલામીમાં રહેવા કરતાં દરિયામાં પડવું બહેતર છે.” “ સરકારને હું ડાકુની સાથે સરખાવતા આવ્યા છું. કાઈ ડાકુ આપણી મિલકત લૂટી જાય અને પછી આપણને તેમાંથી અરધી પાછી આપવા માગે તે તે શું આપણે લઈ શકીએ ? પણ આ સરકાર તો ડાકુના કરતાં પણું બૂરી છે. સરકારે આપણુને ખાલી કર્યા છે, એટલું જ નહીં પણ તે તે આપણા આત્માતા કબજો લેવા એડી છે. સરકાર આપણને ગુલામ બનાવવા એવી છે. તો તેને આપણે એટલું જ કહેવાનું રહે છે કે જ્યાં સુધી અમારું વિત્ત માત્ર જ નહીં પણ અમારી આબરૂ, અમારી સ્વતંત્રતા પાછી ન આપેા ત્યાં સુધી તમારી સાથે મહાઅત રાખવી હરામ છે.” હું. મહમદઅલીના લાંબા ભાષણના સાર અહીં નહીં આપું. ખેરીના ખૂન વિષે મૌલાના શૌકતઅલી અને મૌલાના અય્યદુલ ખારીના ખાસ ઉદ્ગારે આ પ્રસંગે જણાવવા જરૂરના છે. ખેરીનુ' ખૂન અને શોકતઅલી મો. શૌકતઅલીએ જગુાવ્યું કે એ ખૂનને ખિલાફત કમિટીની સાથે જોડનારા માણસો બિલકુલ જૂડા છે, ખિલાફત કમિટીએ હિંસારહિત અસહકારની પ્રતિજ્ઞા લીધી છે. તેણે તલવાર ઉપાડવાનું ક્રમાન કાઢ્યું હત તે તા એક વિલાખીનું નહીં પણ એક હજાર વિલેનાં ખૂન થાત. [આ ઉદ્ગારોને સભામાંના ઘણા જણાએ તાળીના અવાજથી વધાવ્યા હતા. એમ અહી જણાવવાની જરૂર છે.] ખેરીનું ખૂન અને સૌલાના અબદુલ ખારી પછી મૌલાના અબદુલ બારી સાહેબ ઊઠ્યા, તેએ નમાજ પઢવાની સ્થિતિમાં ઘૂંટણ ઉપર બેસી ધ્યા; કારણ તેમણે જણાવ્યું કે હું એક આલિમ તરીકે એલું છું અને ખુદાને હાજર રાખીને એલું છું. તેમણે જણાવ્યું: “મને ખેરીના ખૂનને વિષે ખેલવાનું કહેવામાં આવ્યું છે એમ સમજ્યું છું; એટલે આલિમ તરીકે મારા વિચાર જણાવીશ. એ ખૂનને માટે મને જેટલું દુ:ખ થાય છે તેટલું કદાચ બીજા ડાઈતે નહીં થતું
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૮૪
દેખાવ