વૃ માનપત્રના તંત્રી અને રિપોર્ટ વગ ની મુશ્કેલીઓ ૧૯૯ નવશ્ર્વન ધ્યાનપૂર્વક વાંચનારને મારે કહેવાની જરૂર નથી કે ભાઈ મહાદેવે પોતાના રિપોર્ટની નીચે જે નોંધ કરેલી તેમાં તેમણે પોતાને અને મૌલાના સાહેબને પૂરેપૂરા બચાવ કરી દીધા છે. તેઓ કહે છે: “ આ પ્રમાણે મેં મારા રાબ્દોમાં મૌલાના સાહેબની દલીલ મૂકી છે. એમાં દોષ હેવાના સંભવ છે. પણ મે મારી સમજ અને સ્મૃતિ પ્રમાણે એ મૂકી છે. એ પ્રસંગ એટલેા ખધેા ગંભીર હતા અને એના ઉપર વિવેચન એટલું બધું તાળેલા શબ્દોમાં કરવામાં આવ્યું હતું કે એ શબ્દરાબ્દ આપ્યા વિતા એમાં કઈક અધૂરાપણું રહી નય.” ભાઈ મહાદેવે પણ કઈ શબ્દેશબ્દ રિપોર્ટ તે! લીધા જ ન હતા, તેથી જે અધૂરાપણું મેં જોયું તે મેં વાંચનારની આગળ મૂકયુ છે. મારું અધૂરાપણું તા ખીજા સાંભળનારાએ અવશ્ય બતાવી શકે. મારી એક પત્રકાર તરીકે જવાબદારી શી છે એ મારે આમાંથી શીખી લેવાનું રહ્યું. દરેક તત્રી પાતાના પત્રની લીટીએ લીટી ઉપર અંકુશ રાખી શકતા નથી. જો મેં ભાઈ મહાદેવના રિપાટ અગાઉથી જોયા હોત તે હું ઉપર પ્રમાણે ફેરફાર જરૂર કરત. પણ હું ભાઈ મહાદેવને દોષ કાઢવાને પણ તૈયાર નથી. રિપોર્ટર પોતે સાંભળેલું અને સમજેલું પ્રામાણિકપણે અને શુદ્ધ બુદ્ધિથી આપી દે એટલે તેમણે પોતાની ફરજ અાવી છે. વાંચનારે તંત્રીની અને રિપોટ રવગ ની મુશ્કેલીઓના ખ્યાલ કરી હંમેશાં વત માનપત્રામાં ચેાગ્ય સુધારા કરીને વાંચવા જોઈએ. એમ ન કરે તે વ માનપત્રા ચલાવનારાને એ મોટા ગેરઇન્સાફ કરે અને જેટલા લાભ તેને ઉઠાવવા શકય તેટલો તે હરગિજ ન ઉડ્ડાવી શકે. હવે રહ્યા મિ. ડગલાસ કે જેણે હું ઉપર સૂચવી ગયો તે પ્રમાણે રાજીનામું આપ્યું છે. એ ભાઈ એ કેવળ ઉતાવળ કરી છે. સૌ, સાહેબે ઈસાઈ તે વિષે ‘ કાકર' શબ્દને પ્રયાગ કર્યા એથી તેમને દુઃખ લાગ્યું. હું એ દુ:ખ સમજી શકું છું. કાર શબ્દને પ્રયાગ ન થાત તે વધારે સારું હતું. પણ મૌ. સાહેબે તે એ શબ્દના પ્રયાગ શુદ્ધ દિલથી કર્યાં હતા, અને જેને અત્યારે તે દુશ્મન તરીકે જોઈ રહ્યા છે તેવા અ ંગ્રેજોને વિષે એ પ્રયોગ હતા. છતાં મિ. ડગલાસે જે પગલું ભર્યું તે ભરતાં પહેલાં એમણે મૌ. સાહેબની પાસેથી તેમના કહેવાનો અર્થ જાણી લેવા તેા જોઈ તે જ હતા. તેમ નહી કરતાં અતિશય ઉતાવળથી પોતાનું રાજીનામુ આપ્યું છે તેથી એમના પગલાને હું પોતે તે શકની નજરે જોઉં છું. મૌ. સાહેબનાં વચન તીખાં હતાં, પણુ કાઈ નિર્દોષ માણુસે ખોટું લગાડવા જેવાં ન હતાં એમ મારી ખાતરી છે; અને તેવી જ મારી ખાતરી છે કે ખૂનને ઉત્તેજન આપવાને પણુ તેમાં જરાયે ભાવ ન હતો. એમણે તે પોતાના ભાષણમાં શાસ્ત્રાર્થ આપ્યા અને પેાતાની ઉપર થયેલા આક્ષેપોના રદિયા આપ્યા. ૬-૧૯
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૮૯
દેખાવ