લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
 
૨૯૨
 

૨૨ સલ્તનત ફરેખ અને જુલમનુ પૂતળુ છે તેની વકાદારી હવે તમને નહી મળે. આમ કરવાનુ કારણ મધી કસૂર અંગ્રેજની તેમણે જોઈ. “ફ્રાન્સે આપણી વાત સુણી છે, સુલેહનામાથી ફ્રાન્સ વિરુદ્ધ છે, અને એમ લાગતું હતું કે સુલેહનામું ફરશે પણ બ્રિટિશ પ્રધાનના કાવતરાથી ન કરી શકયુ. પણ આજે શી સ્થિતિ છે? આજે બહાર ગુલામી કેમ કાયમ રહી છે ? અગ્રેજી લશ્કરથી નહીં, ફ્રેન્ચ લશ્કરથી નહીં, ઇટાલિયન લશ્કરથી નહીં, પણ આપણું ગુલામી લશ્કર મોકલાઈ રહ્યું છે માટે એ ગુલામી ચાલુ છે. આપણે જ પડેાશી મુલકાની ગુલામી કાયમ રાખવા કેાશિશ કરી રહ્યા છીએ. આ બધી સ્થિતિના ઉપાય ‘તર્ક મવાલાત ’ છે. આજે તલવાર આપણા તરથી ન ઊડ્ડી શકે; તલવાર કેવળ કાતિલાના તરફથી, જાલિમની તરફથી ઊડી શકે; આપણા તરફથી ઊો તે આપણને ફતેહ નથી એ ખચીત માનજો. ન કરે ખુદા અને વખત આવ્યેા અને હું તે વેળા જવતા હાઉ તે કુજ થઈ પડેલી જેહાદ હું જ પહેલા પાકારીશ અને પહેર્લી તલવાર હું જ ચલાવીશ. ” આ વચનને તાળીએ મળી, અને એક ફકીર ઊંચો ને ખેલ્યા: ' જે ખેલ્યા તે થાએ એવા મારા આશીર્વાદ છે, ' મૌલાના અમુલ કલામ આઝાદે પૂછ્યું : “પાબનાં મુડદાં કયારે જીવતાં થશે? જ્યારે ઘડીઘડીએ દુનિયાની પ્રશ્નનાં નસીબ ફેરવાઈ રહ્યાં છે. ત્યારે દલીલાને વખત કર્યાં રહ્યો છે? જે કેમ ફરેખ અને જુલમનું પૂતળુ છે, જે કામ બધા ઇનસાનની આઝાદીનેા નાશ કરનારી છે, જે કામમાં ઘણીયે વસ્તુ છે પણુ ઇન્સાફ નથી, તે કામની પાસેથી તમે તાલીમ લેશો? તેની કાટ માં તમે ઇન્સાફ શોધવા જશે ?” ગાંધીજીએ તે પોતાના ભાષણના વિષય ક્રરઅલીખાનના જેલગમનને બનાવ્યા. આરંભમાં તેમણે જણાવ્યું કે, “ સુખની વાત છે મેાલવીજી જેલમાં છે. કારણુ તે જેલમાં જઈને આઝાદ બન્યા છે, જ્યારે આપણે હજી ગુલામ રહ્યા છીએ.” સલ્તનત મટી જશે એવું વચન ઝર- અલીખાને કાઢ્યું હતું તે વચન જેમ લખનૌમાં તેમ અહીં પણુ ગાંધીજીએ વિશેષ ભાર મૂકીને કહી બતાવ્યું. “ આ સલ્તનત પંજાબ અને ખિલાફતના સંબંધમાં ઇન્સાફ નહીં આપે તેા જરૂર ઊખડી જશે. એ પણ કહું છું કે પ્રત્યેક હિંદીની ક્રુજ છે કે સચ્ચાઈ અને ઇન્સાફને રસ્તે રહીને બધાએએ સલ્તનતને ઉખેડવા માટે બનતું કરવુ. એ લિમને નાબૂદ કરવી એ ખુદાના હુકમને માનવા ખરાબર છે, ”