૨૯૪ જિતેન્દ્રિયનાં લક્ષણા જિતેન્દ્રિય બનાવે! તો કઈક થાય.’ આ તે સ્ત્રીના જ શબ્દો છે. મને તે વાત ખરેાબર લાગે છે. જિતેન્દ્રિય થયા વિના અસહકારની લડત લડવી કહ્યુ છે. જે માણસ જીભે જૂ હું ખેલતા નથી, ગંદું ખાતા નથી, જે બૂરું જોતા નથી, જેની નજર સાફ છે, જે માણસને પેાતાની સ્ત્રી સિવાય બધી સ્ત્રી માબહેન સમાન છે, જેનું મન કાબૂમાં છે તે જિતેન્દ્રિય છે. આજે તે તમે નથી એરત કે નથી મરદ. તમે તલવાર ખેંચવાની વાત કરતા હો તે તલવાર તમને મુબારક હા, બાકી મને તો સ્પષ્ટ ભાસે છે કે તમે જિતેન્દ્રિય થઈ, કોંગ્રેસમાં જે રાવ માટે હાથ ઊંચા કરી આવ્યા છે તે હરાવને અમલ કરીને આઝાદ થઈ શકવાના છે. આ જાલિમ સરકારની પાસે ઇન્સાફ લે. ઇન્સાફ ન મળે તે તેની સાથે મહેાબત તેાડી તેને મિટાવેા; અને ઝરઅલીને છોડાવા અથવા બધા જેલમાં જઈ ને બેસે. ” આ પછી અમૃતસરની માફક ઘણા શીખ ભાઈ એએ લાહેારમાં પણ જોશભર્યાં ભાષણ આપ્યાં, અને શાખ સધ જરૂર અસહકારના ઠરાવ પસાર કરશે એમ જણાવ્યું. ડૉ. કિચલુએ જાહેર કર્યું કે પંજાબમાં સ્વરાજ આશ્રમ સ્થપાયેા છે. તેમણે એમ પણ જણાવ્યું કે પેાતાને અનુભવ એવા થાય છે કે પંજાબમાં ખરા જવાબ તા શીખ લેાકા જ દેશે. પંડિત રામભજદત્ત ચોધરીએ જણાવ્યું કે પોતામાં તે ખરેખર પરિવર્તન થઈ ગયું છે. પોતાને એક વર્ષ ઉપર. બાદશાહની સામે લડાઈ કરવાના આરાપસર જેલમાં મેકલવામાં આવ્યા હતા ત્યારે તા પોતે લડાઈ નહોતી કરી, બાકી આજે તે જરૂર આદશાહના ગેરઇ-સાક સામે પોતે લડત શરૂ કરી છે. તેમણે સ્વરાજ આશ્રમ માટે પોતાનું ઘર તૈયાર છે એમ પણ જાહેર કર્યું. મૌ. શૌકતઅલીએ આ પછી જાહેર કર્યું કે ભાઈ ગુલામમાહાઉદ્દીને વકીલાત છેડી છે. ગુલામ માહીઉદ્દીન પંજાબના એક બહુ જાણીતા વકીલ છે. તેમને ધંધા ધીકતા ચાલે છે. તેએ અતિશય નત્રતાથી ઊંચા અને ફ્યા : હું રાતદિન વિચારી રહ્યો હતા. પણ આજે આ ઘડીએ જ ખુદાએ મને કમાવ્યુ કે વકીલાત છોડ. મારે કેટલી દીકરી છે તે સૌને ખબર છે. છ દીકરીઓ છે તે સૌ કાંતવાનું કામ કરશે. મારા એક દીકરા છે તે હું ગાંધીજીની સેવામાં અર્પણ કરીશ. મારી જાતને પણ હું નજર કરું છું, મારી પાસે જે કામ લેવું હાય તે લેજો. કાંઈ નહીં તે સ્વદેશીના પ્રચારનું કામ તો હું કરીશ જ.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૯૪
દેખાવ