૩૦૯ હવાઈ જહાજો કે મશીનગને મને નહી ડરાવી શકે તે હારતા નથી. એકલા ઈશ્વરની ગુલામી કરનાર માણસ મારફત ઈશ્વર જ તેને હરાવે છે. આવી જખરી સલ્તનત સાથે આપણે મુકાબલા કરવાને છે. એના તરફથી પડતાં દુઃખા રાવાને હું ઇચ્છતા નથી. હું તે ઊલટા હિંદુસ્તાન પાસે માગી લઉં છું કે તેનુ વાં ખેલવાના અધિકાર તમે મને એકલાને જ આપજો. હું જ્યારે સલ્તનત જોડે સહકાર કરતો હતો ત્યારે તમારા મોંમાંથી આ સરકારને વિષે અગારા ઝરતા મેં જોયેલા છે. સરકારની નિંદા પણુ તમારા માંમાં શોભતી નથી. મે પીધા છે તેવા કડવા ઘૂંટડા તમે કદી પીધા નથી. એ કડવા ઘૂંટડા ઉતારીને મે જે શક્તિ મેળવી છે તેની શતાંશ પણ તમે નથી મેળવી. તેની તરફ ગુસ્સે થવાનાં મને ઘણાં કારણે મળ્યાં, પણ હું મારા ગુસ્સો પી ગયા છું. આ પ્રસંગે પણ હું ગુસ્સામાં આવીને એક શબ્દ નથી ખેલતા, પણ મારા આત્માના જ શબ્દો ઉચ્ચારું છું. અંગ્રેજી સલ્તનત માટે તમારી પાસેથી હું ગુસ્સાનું વાકય સરખું નથી માગતા. અંગ્રેજોમાંનુ બૂરું જોવાના કરતાં તમે તમારું પેાતાનુ જ ખૂરું જેને અને તેને કાઢજો; એટલે તમે સ્વતંત્ર—છૂટા થશો. અંગ્રેજી સલ્તનતની હું એખ બતાવું છું તે સાક્ષીરૂપે બતાવું છું. એ સલ્તનતને ત્રીસ વર્ષ ખરા દિલથી સેવ્યા પછી મારી ખાતરી થઈ છે કે એ રામરાય નથી પણ રાવણુ- રાજ્ય છે. આ સલ્તનત મને અત્યારે ભૂંડી લાગે છે તે મને કઈ અગ્રેજોના તિરસ્કાર નથી; મને તિરસ્કાર સલ્તનતની સાથે છે. જ્યાં સુધી અ ંગ્રેજી સલ્તનત પશ્ચાત્તાપ કરતી નથી, હિંદુસ્તાનની સ્ત્રીઓની અને પુરુષોની પાસે માફી માગતી નથી, અમે તમારા નેાકર છીએ અને નોકર તરીકે રાખે! તે રહેવા માગીએ છીએ એમ કહેતી નથી, ત્યાં સુધી હું એ સલ્તનતનાં હવાઈ જહાજો સામે અને મશીનગના સામે મુકાબલે ફરવાને તૈયાર છું, એનાં હવાઈ જહાજ કે મશીનગન મને ડરાવી નહી શકે. એ સલ્તનત સાથે મુકાબલે કરવામાં હું ધમની હાનિ બિલકુલ જોતે નથી. હું પ્રસંગ આવે તે સગા દીકરા સામે અસહકાર કરી શકું, તેમ સલ્તનત સાથે પણ કરું. એ પણ ધ' છે. માણુસમાત્ર ભૂલથી ભરેલા છે, પાપી છે. હું કબૂલ કરું છું કે હું પોતે સયમધમ પાળું છું, છતાં હું સપૂણુ નથી. મારામાં પાપ અને અપૂર્ણતા ભરેલાં છે. તેયે હું પાપથી ડરું છું. મારામાં ત્રુટીએ છે અને તેને કાઢવાને હું પ્રયત્ન કરું છું. હું તેમને ગુલામ નથી. આ સલ્તનત તે પાપને જ ધમ માને છે. આ તનત બીજા દેશોને કચરી નાખીને પોતાના દેશને આબાદ બનાવે છે, તે અત્યાચાર છે. બીજા દેશને
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૦૮
દેખાવ