૩૧૬ પાખડ અને ધર્મના ભેદ પારખતાં શીખા એમને થ ુ ંક આપવુ જોઈ શે. મારી અને મારા સાથીઓની દલીલ સાચી છે ત્યાં સુધી તમારા એક પૈસાના તમને એ પૈસા થશે. એ પૈસાથી તમારું જ સ્વદેશી, તમારી જ અદાલતા ચાલશે. આજ દેવસ્થાનમાં જે પૈસા આપણે આપીએ છીએ તે પાખડીઓને હાથે લૂંટાઈ જાય છે. જો તમારે સીતાજી જેવાં પવિત્ર થવુ હોય, મેં સમજાવ્યા તેવા અનેક જાતને સૂક્ષ્મ માનસિક વ્યભિચાર છોડવા હોય અને તમારી ખીજી બહેને પાસેથી છેડાવવા હોય, પાખંડમાંથી પવિત્ર ધર્મ શીખવા હાય, તે તમારે આ સ્વરાજ્યની હિલચાલમાં પૂરે ભાગ લેવા જોઈએ. પાખડ શું અને ધમ શું એની પરીક્ષા તો દરેક જણને આવડવી જોઈએ જ, તમારી પાસે ઘણા પાખડીઓ પણ પૈસા માગવા આવશે. એ દરેકને તમે આપા એવુ હું ન કહું. મારા પેાતામાં તમને વિશ્વાસ છે એવી ખાતરી થઈ છે ત્યારે જ હું તમારી આગળ આજ હાથ લાંખા કરું છું. મારા કાર્યમાં પૈસારૂપી મેલું તત્ત્વ દાખલ કરતાં હું ધ્રૂજું છું. પૈસા વિના કામ કરી શકે એટલું મારું તપ હોય, એટલી મારામાં તઘ્નીર હોય, તે હું જરૂર ન માગું, પશુ તેવું તપ કે તીર મારામાં નથી. હું પોતે પણ કળિયુગને જ માણસ છું, અનેક ત્રુટીઓવાળા છું; પણ મને ખાતરી છે કે હું મારી ત્રુટીઓને કાઢી નાખવાનેા સતત પ્રયત્ન કર્યા* કરું છું. માટે તમને વિશ્વાસ આવે તે તમે એક પૈસાથી માંડીને બની શકે તેટલું દાન આપજો, બધાના વહીવટ સ્વરાજસભા કરશે. ગ્રહણને દિવસે દિલના મેલ કાઢો છેવટે તમને સહુ અહેનેાને મારી વિનતી છે કે તમને જે એ ચાર વસ્તુ મેં આપી છે તે એક કાને સાંભળી તેવી જ ખીજે કાનેથી કાઢી નાખશે નહીં. સ્વદેશીધમ થી તમારા પોશાકમાંથી ઘેાડા પૈસા બચશે, તેમાંથી તમારાં છોકરાંને તમે દૂધઘી આપી શકશે. અત્યારે કરાંનાં દૂધથીના પૈસા તમે એશઆરામમાં ખરચી નાખેા છે. અને એ બચતમાંથી હું પણ થોડું ક માગું છું. પૈસા તે તમારી ખુશી હોય તે જ આપજો. પૈસા ન આપે તેયે તમારી આગળ મે રેટિયાનેા ધમ મૂકયો છે તે તે સ્વીકારી લેજો જ. આજે ગ્રહણુ કાઢવાનું છે. આપણા દિલને મેલ કાઢવે એ ખરું ગ્રહણ કાઢવું છે. અધી અહંને સાચા દિલથી રામનામ લેશે, રાવણને બદલે રામરાજ્ય મળે એવી પ્રાર્થના કરશે તો હું ખાતરી આપું છું કે એ રામ નિમ ળનું બળ જરૂર બનશે. પરમેશ્વર તમારા બધાંના દિલના સરદાર થાએ અને બીજી ગુલામી- માંથી તમને છેડવે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૧૬
દેખાવ