લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
 
૩૨
 

કર ખુનામરકીના ઉપાય આ મિલેા નહીં, પણ ઉદાર નીતિ મે પોતે તે તેના વિચારમાં અનેક ઉજાગરા કીધા છે. આ પગલાનાં પરિણામેાનું મે બરાબર માપ લીધું છે. સરકારની સ્થિતિને પણ યાગ્ય આંક બાંધવાના પ્રયત્ન કર્યા છે. પણ આ વિચિત્ર બિલા દાખલ કરવા સારું હું કશું પ્રયેાજન જોઈ શકતા નથી. રાલેંટ કમિટીના રિપોટ મેં વાંચ્યા છે, તે વાંચતાં કમિટીની વણુ તશક્તિનાં વખાણ કર્યા વિના મારાથી રહેવાયું નહીં. પણ તે ઉપરથી જે નિષ્ણુ ય ઉપર કમિટી આવી છે તેનાથી તદ્દન ઊલટા જ નિ ય ઉપર હું આવ્યા છું. એ રિપોટ ઉપરથી હું તે સ્પષ્ટ રીતે એ જ નિણ ય આપું કે છૂપી ખુનામરકી રૂપી રાગ હિંદુસ્તાનમાં માત્ર મર્યાદિત ક્ષેત્રામાં અને છૂટાવાયા બહુ થોડા લોકોમાં ફેલાયલા છે. આવા લેાકેાની હસ્તી સમાજને સારુ જોખમકારક છે, પણ આ જોખમ કરતાં વધારે ભયંકર જોખમ તે આ મિલે છે, જે આખા હિંદુસ્તાનને લાગુ પાડવા ધારેલાં છે અને જે સ્થિતિ નખથી સુધરી શકે તે સ્થિતિ સુધારવાને સરકારના હાથમાં કુહાડી આપનારાં છે. વળી કમિટીએ એક ઐતિહાસિક બીનાનું કેવળ દુર્લક્ષ કર્યું છે, તે એ છે કે હિંદુ- સ્તાનના કરાડા લોકો પોતાના હૃદયની કામળતાને સારુ પૃથ્વીમાં પંકાયેલા છે. “હવે આપણે બિલનું જડતર તપાસીએ. ખિલા દાખલ થયાં તે પ્રસંગે નામદાર. વાઇસરોયે એ ખાતરી આપી: એક સિવિલ સર્વિસને અને ખીજ અંગ્રેજ વેપારીઓને. આપણામાંના ઘણાને વાઇસરોય સાહેબના આ બાબતનાં ભાણુ વિષે બહુ વસવમા રહે છે. મારે તે કબૂલ કરવુ જ જોઈએ કે એ ખાતરીના હેતુ અને હદ હું સમજી શકતે નથી. તે તેને અથ એવા હોય કે સિવિલ સર્વિસના અને અંગ્રેજ વેપારીએના લાભાને, હિંદુસ્તાનનાં હિત અને આર્થિક હાજતા કરતાં વિશેષ ગણવામાં આવશે, તે કૈાઈ પણ હિંદીથી એ સિદ્ધાંતના સ્વીકાર નહીં થાય. તેનું પરિણામ તે એ આવશે કે સામ્રાજ્યની અંદર ભાઈ એ ભાઈ એ વચ્ચે તીવ્ર ઝઘડા જાગશે.. માંટેગ્યુ-ચેમ્સફર્ડ ના રિપોર્ટ પ્રમાણે સુધારા થાએ યા ન થાઓ, આ ક્ષણે આપણને જે જરૂરતું છે તે તે એ છે કે, આ તાત્ત્વિક મુદ્દા વિષે ઘટતી અને વાજબી સમજૂતી થવી જોઈ એ. એને જેમ તેમ 'નિકાલ કરવાથી ખરા સતોષ નથી થવાના. મહાન સિવિલ સર્વિ સરૂપી મહાજને સમજવું જોઈ એ કે હિંદુસ્તાનમાં માત્ર નામના નહીં પણ હિંદના ખરેખરા ટ્રસ્ટી અને સેવક તરીકે જ તે રહી શકે છે. મેડી અંગ્રેજ પેઢીઓએ સમજવુ જોઈ એ કે તે હિંદુસ્તાનની કળા, વેપાર અને હુન્નરને નાશ કરવાને નહીં પશુ તેતી હાજતેમાં જે ત્રુટી હોય તેની પૂરણી કરવાને જ રહી શકે છે. જો આ બે વસ્તુને સ્વીકાર થાય તે તે એ રાલેંટ બિલની પૂરેપૂરી ગરજ સારી શકરો, અને હું ખાતરી આપું છું કે આ બે વસ્તુએથી રાજ્યની સામે થતાં ગમે તે કાવતરાંને પહેાંચી વળી શકાશે.