૩૩૨ સ્ત્રીઓને દીન ભાવે પ્રાથના થતું. આપણા મનમાં એટલુ થઈ જવુ જોઈએ કે પરદેશી કાપડ આપણે માટે હરામ છે. સ્ત્રીએને તો મારી દીન વચને પ્રાર્થના છે કે સ્વદેશી તે તમારા હાથની વાત છે. કાંતવું એ તે તમારા ધર્મ જ છે. પુરુષો સામે તમારે તમારા પોતાના દાખલે મૂકવા જોઈએ. ખાદીમાં ભાર હોય છે એવી ફરિયાદ માતાએ તે ન જ કરી શકે. નવ મહિના પ્રજાને ભાર આનંદથી ઉપાડનાર માતા એક શેર ભાર મને અસહ્ય થાય છે એવુ કેમ કહી શકે? તે વાંઝણી રહેવાને તૈયાર હોય તેા જ એવુ કહી શકશે. પણ એ વાંઝણી રહેવા નથી ઇચ્છતી, પણ વીરાને અને વીરાંગનાઓને જન્મ દેવા ઇચ્છે છે, ત્યાં સુધી એ શબ્દો હું માતાની પાસે સાંભળવા નથી માગતા. તમારા દેશ જો નય દશામાં છે તે તમે પાનની, ચીતતી, ઇંગ્લેંડની કે ફ્રાન્સની મિલમાં અનેલી સાડીઓને ડૅમ પહેરી શકેા એ મારી સમજ બહારની વાત છે. ત્યાગવૃત્તિ કેળવા ઉપાડેલા કામ માટે પૈસા જોઈએ. પૈસા તો પાખડી પણ મેળવી શકે છે એવા શ્રદ્ધાળુ આ દેશ છે. તમારાં મદિરા, મસી અને ધમ શાળાએ માટે તમે પૈસા પેદા કરી શકેા તે તમારાં વધારે શુદ્ધ મદિરા – કેળવણી- મંદિશ — માટે કૅમ પેદા ન કરી શકે!? આપણામાં તપશ્ચર્યા જોઈ એ, ત્યાગ જોઈ એ છે. હિંદુએ ત્યાગના અથ ખરાબર સમજી જશે. શાસ્ત્રમાં કહેલું છે કે અપરિગ્રહ પાળનાર પાસે રત્ના તે નાચે છે. મારે પોતાના એવે જ અનુભવ છે. આફ્રિકા જેવા ગરીબ દેશમાં લડત પૈસાને અભાવે કદી અધ નથી રહી. ઊલટા પૈસા ન મેાકલે એમ મારે ગાખલેન્ડને લખવું પડયુ હતુ. ખેડા ચંપારણુ વખતે પણ પ્રજાએ પૈસાના વરસાદ વરસાવ્યા હતા. મેં તે અટકાવેલા. અમદાવાદના મજૂરાએ ત્રેવીસ દિવસ પ્રચ’ડ અસહકાર કર્યો તે છતાં બહારથી જરાયે મદદ માગી ન હતી. ત્યાગવૃત્તિ હાય તે પૈસાના તે વરસાદ આવે. વૈષ્ણવતાં, જૈનનાં અને સ્વામીનારાયણનાં મદિરામાં કરોડો રૂપિયા કાટ ખાઈ રહ્યા છે, તેમાંથી તમને થાડા ભાગ મળે તોયે તમારું આખું કેળવણીનું ખાતું નભે. પણુ સરકાર જેમ પૈસા લૂટાવીને ઘડીના છઠ્ઠા ભાગમાં સરકારી ખાતાં ઉબ્રાડે છે તેમ આપણે ઉઘાડવા નથી માગતા. આપણું કામ હિંદુસ્તાનની ગરીબાઈના પ્રમાણમાં જ રહેશે. નદુઈ આંખે ઘડીમાં ઉગાડી શકાય; પરંતુ. તેને રસ આપણે ચાખી નથી શકતા. ખરા આંબાને ઊગતાં વીસ વરસ લાગે છે. એટલે કાઈ તમને રાષ્ટ્રીય કેળવણીને માટે કરોડ રૂપિયા આપે તે હું કહું કે એ ફેંકી દેજો. ખાલસા કૉલેજના પ્રોફેસરને કહેવામાં આવ્યું કે જો ગાંધી એક કરોડની ગ્રાન્ટ આપે તે પછી અસહકાર કરો. પ્રેફેસરાએ કહ્યું,
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૩૨
દેખાવ