રાક્ષસી ધજાવાળી શાળા હરામ છે ૩૩૩ - અમે સરકારના ગુલામ મટી ગાંધીના ગુલામ થવા નથી માગતા. અમે ઝૂપડે ઝૂંપડે કરીને શીખા પાસે ભિક્ષા માગશું.’ એ જ પ્રેફેસરે એ ખાલસા કોલેજને નોટિસ આપી દીધી છે કે સરકારી કબજો નહીં નીકળી જાય તે તેઓ કુકીર બનશે અને દેશનાં બાળકાને રાષ્ટ્રીય કેળવણી આપશે. તમારામાં શ્રદ્ધા હોય તો યથાશક્તિ અને ન શરમાતાં અને તેટલું આપજો. આને ઉપયેગ કેવળ તમારા ગામ માટે જ નહી થાય. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સ્થાપન કર્યું છે તેને અંગે આ પૈસા વપરાશે. અકલેશ્વરમાં લોકમાન્ય રાષ્ટ્રીય શાળા ખેાલતાં કરેલું ભાષણ : જે પૂજ્ય પુરુષનું નામ તમે તમારી શાળાની સાથે જોયુ તેના નામને તમે શાભાવજો. સ્વરાજ્ય જેટલું લેાકમાન્યને વહાલું હતું તેટલું ખીજા કાઈ તે નહીં હોય. આ રાષ્ટ્રીય શાળાની સાથે સ્વરાજ્યને પાસે લાવવાના ઉદ્દેશથી જ સ્વ૦ લકમાન્યનું નામ જોડવું ઘટે. માબાપ, વિદ્યાથી એ અને શિક્ષકાને હું સરકારી શાળા છેડવા કહું છું તે એટલા માટે નહીં કે તેમની કેળવણી ખરાબ છે. જે ભાવના તમારામાં હું પેદા કરવા ઇચ્છું છું તે સાથે કેળવણીના પ્રશ્નને એ સબંધ છે. જે કેળવણી સરકારી શાળામાં અપાય છે. તેમાં સુધારાની જરૂર છે જ, પણ એ થાય ત્યાં સુધી જે કરવાનું કા છે તે રોકી ન શકાય, પચાસ વરસથી આપણે સરકારી શાળાએની અરદાસ કરેલી છે અને તેમાંથી કઈક લાભ પણ ઉઠાવેલે છે. અત્યારે એ બધી શાળાઓ આપણને હરામ છે. એનુ’ કારણ જુદુ છે. અત્યારની શાળાઓ ઉપર જે ધજા ફરકે છે તે રાક્ષસી સલ્તનતની ધા છે. એ શાળાએ પર જે સલ્તનતની ધજા ફરકે છે તેણે સાત કાટિ મુસલમાનોનાં દિલ જખમી કર્યાં છે, તેણે પુજામ મારફત હિંદુ પર કાળા કેર વરતાવ્યા છે. બધાં ધર્માંશાઓ એક અવાજે કહે છે કે અધર્મી રાજાને આશ્રય એ પાપ છે, એ અધર્મીની ભેટ કર્યાં ખરેખર છે, અધ માં ભાગ લીધા રેાબર છે. એ સતનતની શાળામાં જવાથી તમને દ્રવ્ય મળતું હોય, એ શાળામાં તમને કુરાને શરીકે, ઝદઅવસ્તા કે ગીતા પણ ભણાવવામાં આવે તેપણ તમે ત્યાંથી ભાગી જજો. એ કુરાન કે ગીતા શીખવે તેાથે તેમના હેતુ પૂરે છે. તેથી જે શાળા ઉપર રાક્ષસી ધ્રા ક્રૂકે છે તેમાં આપણાં બાળકને કેળવણી આપી આપણે તેમને ગુલામ બનાવવા નથી ઇચ્છતા. આ વસ્તુ જેએ સમજી ગયા હોય તેએ એક દિવસને સારુ પણુ પોતાનાં કરાને સરકારી નિશાળામાં રહેવા નહીં દે, પ્રથમ છેકરાંને ઉઠાડી લેશે અને ત્યાર પછી બીજી કેળવણી આપવાને પ્રબંધ કરશે. આપણુ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૩૩
દેખાવ