૩૩૪ રાષ્ટ્રીય શાળામાં પુરુષાતન મળશે મકાન સળગવા માંડયું હોય તેા ખીજું સારું મકાન મળતાં સુધી આપણે તે સળગતા મકાનમાં ન જ રહીએ. આપણે તરત જ નીચે કૂદકા મારીએ -— પછી ભલે નીચે ખાઈ હાય. આ ભાવ જો આપણી અંદર પેદા નહીં થાય તે આપણે કેળવણીની ચળવળમાં નિષ્ફળ થવાના; કારણ કે સરકારી માણસે – જાસૂસા તે હમેશાં આપણુને લલચાવતા રહેશે અને બતાવશે કે, ‘ જુએ, અમારી શાળાઓની કેળવણી કેવી સરસ છે! અમારાં મકાને કેવાં સારાં છે! અમારે ત્યાં મફત કેળવણી આપીએ છીએ. ’ એ બધું હોવા છતાં એમની કેળવણી આપને ત્યાજ્ય છે—હરામ છે એવી ભાવના પ્રજામાં પેદા ન થાય ત્યાં સુધી ચળવળ આગળ નહીં ચાલે. - માબાપાને મારી પ્રાથના છે કે તમે પોતાનાં છેકરાંને ગુલામીમાં ન રાખેા. તમારું પહેલું કાય` એ છે કે છેકરાંઓને સરકારી શાળામાંથી ાડી લેવાં. ઉઠાડી લીધા પછી છેકરાંઓને આપણે શેરીઓમાં રખડવા દેવાનાં નથી, માટે તમારું બીજું કાયાઁ એ છે કે રાષ્ટ્રીય કેળવણી આપવાને માટે પેાતાનું સ`સ્વ અપી દઈને પ્રાધ કરવા. જો એટલી શક્તિ આપણામાં નહીં હોય તો આપણે સ્વરાજ્ય મેળવી શકવાના નથી. સ્વરાજ્ય એટલે પોતાનુ રાજ્ય ચલાવવા માટે શક્તિ તો જોઈએ જ. રાષ્ટ્રીય શિક્ષણની સફળતા માટે બીજી જરૂર છે સારા ચારિત્ર્યવાન શિક્ષકાની. અહીંની હાઈસ્કૂલના મુખ્ય અધ્યાપક અને બીજા શિક્ષક જેમણે ધને અને દેશને અર્થે ત્યાગ કર્યા છે તેમને હું મુબારકબાદી આપું છું, અને તેમની પાસે માગી લઉં છું કે જે વૃત્તિથી તમે સ્વાત્યાગ કર્યાં છે તે જ વૃત્તિ હવેના કાર્યમાં વાપરજો. કાર્યમાં તન્મય થઈ જશે! તેા પૈસા તે સુલભ થઈ પડશે. તમારું વ્યવસ્થાપક મંડળ સહેલાઈથી પૈસા મેળવી શકશે. સ્વચ્છ જમીન ઉપર બેસીને ભણુવા છતાં રાષ્ટ્રીય શાળાના છેાકરા ખીન્ન છોકરાઓ સાથે હરીફાઈ કરી શકશે, અને શિક્ષકા ચારિત્ર્યવાન હશે તે સરકારની ભારે નિશાળેા કરતાં રાષ્ટ્રીય શાળાઓના વિદ્યાથીએ વિશેષ પુરુષાતનવાળા બનશે. અત્યારે પુરુષો પુરુષત્વ ખાઈ બેઠા છે, સ્ત્રીએ સ્ત્રીત્વ ખાઈ ખેડી છે. મ પ્રજા પેદા કરવાનું તેમનામાં જોર નથી. ગુલામેા પેદા કરવાની તેમને હું ના પાડું છું. મ પ્રજા પેદા થાય તેા જે શાળાનું શિક્ષણુ તેમને ગુલામ બનાવી દે છે ત્યાંનું શિક્ષણુ લેવાનેા ઇનકાર કરશે. ગુલામીનું શિક્ષણ લેવા માતાપિતા છેાકરાને નહીં મેાકલે તેા બીજી શાળાઓને મુકાબલે રાષ્ટ્રીય શાળા જરૂર રો।ભરો. વ્યવસ્થાપક કમિટીને મારી સૂચના છે કે તમે બિલકુલ અધીરા નહીં થતા. માબાપાને તમે વિનતી કરો, પરંતુ કટુ વચન નહીં કહેજો. તેમને
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૩૪
દેખાવ