રાષ્ટ્રીય શાળામાં આડખર ન રાખજો ૩૩૫. સમજાવવાં એ મુશ્કેલ કામ છે. દરેક જણુની આંખ ખુલી જાય અને આપણી પેઠે જોઈ શકે એમ ન માની લેવું. આ નવેા વાયુ હજી ઘેાડા વખતથી જ વાયા છે, ત્યારે જો આપણે ધીરજ રાખી નહીં શકીએ તો કઈ કામ કરી નહીં શકીએ. મેં સાંભળ્યું છે કે અંકલેશ્વરના ધનાઢય પારસીએ અસહકારની વિરુદ્ધ છે. હિંદુસ્તાન જેટલા હિંદુના અને મુસલમાનોના મુલક છે તેટલા જ તે પારસીઓને પણુ છે. દાદાભાઈ નવરા શું હિંદી ન હતા ? સર ફીરાજશા શું હિંદી ન હતા ? પારસીઓને પણ દેશ માટે સૌના સરખું જ લાગવું જોઈ એ. પારસીઓને સમજાવીને, પગે પડીને તેમની પાસેથી દ્રવ્ય માગણું, તેમનાં છે।કરાંઓને આપણી શાળામાં માકલશે તેા એમને નમન કરશું, નહીં મેકલે તેણે નમન કરશું. એમ કરીને આપણે તેમને બતાવશું કે હિ ંદુસ્તાનમાં જે જંગી ચળવળ ચાલી રહી છે તેમાં તેમણે પણ પોતાના હિસ્સા આપવે જોઈ એ. તમે પારસી ભાઈ એને પ્રેમથી વશ કરજો. તેમને કહેજો કે તમારી ફરજ તમને સમજાવવી એ અમારા ધ રહ્યો. રાષ્ટ્રીય શાળાને ફતેહમદપણે ચલાવવાની સારામાં સારી કૂંચી એ છે કે બિલકુલ આડ ંબર નહીં રાખવા, જાહેરનામું બિલકુલ ન કરવુ. તેથી પાછું પડવાપણું નહીં રહે. ચણતર સુંદર ઈંટેનુ કરવુ હોય તે ઉતાવળ નહીં ચાલે. નાશ કરવાના કામમાં ઉતાવળ થઈ શકે. પાકને કાપવાનુ કામ એક દિવસમાં દાતરડું લઈને કરી નાખી શકાય, પણ વાવણીનું કામ એમ ઉતાવળથી નહીં થઈ શકે, નિશાળાનાં મકાને ખાલી કરાવવાનું કામ તે એક દિવસમાં જ કરી શકાય, પણ જ્યાં નવી વસ્તુ કરવાની છે ત્યાં પુષ્કળ ધીરજની જરૂર છે. તમને સારા માસ્તર ન મળતા હોય તેથી આકળા થઈ ને તમે ચારિત્ર્ય વગરના માસ્તર નહીં લેજો. આપણે જો સત્યને નહીં છેાડીએ, ઉતાવળા નહીં થઈ એ તેા આજે આ શાળામાં ૧૨૦ વિદ્યાથી એ દાખલ થયા છે તેવા તમે ૧૨૦૦ વિદ્યાથી ઓ મેળવી શકશે. સરકારી શાળામાં હોય એટલા તમામ વિદ્યાર્થી એ તમને મળે એ પણ પૂરતું નથી. ત્યાં કંઈ તમામ બળક જતાં નથી. ગામમાં એક પણ બાળક કે એક પણ ખાલિકા એવી ન રહેવી જોઈએ કે જેને સારામાં સારું ચારિત્ર્ય ઘડાય એવી કેળવણી આપણે ન આપી શકીએ. જે મહાપુરુષને નામે તમે આ કારૢ આરંભ્યું છે, ખિલાફત અને પંજાબને ઇન્સાક મેળવવા, સ્વરાજ્ય પ્રાપ્ત કરવું એવાં શુભ કાર્યો માટે જેની સ્થાપના થાય છે, જેની યાદગીરી માટે આ શાળા સ્થપાય છે,
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૩૫
દેખાવ