અસ્પૃશ્યતા શયતાનિયત છે ૪૫ તેમના એક ભાષણમાંના ઉદ્ગારા પકડી લઈ એ ટાળીવાળાએ ગાંધીજીએ બ્રાહ્મણેાને જ દોષ દીધો છે એવા ભાવાર્થ કાઢયો હતો. એટલે આ પ્રશ્ન વિષે ગાંધીજીએ દરેક ઠેકાણે ખૂબ વિવેચન કર્યું. પૂનાના ભાષણમાં એ વિષે ખેલતાં તેઓએ કહ્યું : “ હિંદુમુસલમાન બન્નેમાં આજ સુધી દુશ્મનાઈ ચાલી આવી છે. એકદિલીની આપણે વાતો જ કરી છે, કેવળ રાજકીય કામ માટે જ આપણે થાડી મહેામત રાખી છે, પણ દિલની નથી રાખી. હવે આપણે દિલને સાક કરી દિલની મહાબત વધારીએ એ હું ઇચ્છું છું. પણ હું જોઉં છું કે અહીં તે બ્રાહ્મણુ-અથાહ્મણમાં એવું ચાલી રહ્યું છે કે તેથી મને કંપારી છૂટે છે. મદ્રાસમાં બ્રાહ્મણાની આગળ હું એક વાર ખાલતે હતા. સભા ખાનગી હતી. ત્યાં અબ્રાહ્મણને સવાલ જુદા છે અને અતિશય તીવ્ર છે. ત્યાં એક દાખલેો આપી મેં કહ્યું હતું કે પંચમ (અસ્પૃશ્ય) પ્રતિના વર્તનમાં તે નાકરશાહી જેટલી શયતાનિયત બ્રાહ્મણા કરી રહ્યા છે. હું બ્રાહ્મણાની આગળ વાત કરી રહ્યો હતો માટે મેં બ્રાહ્મણાના દોષ બતાવેલા. પંચમેને અસ્પૃશ્ય માનવા એ જરૂરી શયતાનિયત છે. જ્યાં સુધી આપણે આપણી શયતાનિયત નથી મટાડી ત્યાં સુધી આપણામાં બીજાની શયતાનિયત મટાડવાની લાયકાત નથી આવી એમ મે કહેલું. પણ મારેા આરોપ તા ભ્રાહ્મણા ઉપર નહીં પણ હિંદુ કામ ઉપર હતો. આજકાલના બ્રાહ્મણા ઉપર ન હતો. સ્વ. ગેખલે બ્રાહ્મણુ હતા, લેાકમાન્યજી બ્રાહ્મણ હતા, અને તેએ પણુ અસ્પૃશ્યને દૃશ્ય કહેતા હતા અને હંમેશાં કહેતા તેમને અસ્પૃશ્ય સમજશું તે સ્વરાજ્ય નહીં ચલાવી શકીએ. “ મહારાષ્ટ્રની તે ત્યાં મે વાત કરી નહોતી. મે’મદ્રાસમાં મદ્રાસને માટે જ જે ઉદ્ગારા કાઢયા હતા, તેમાંથી એક શબ્દ કાદર્દીને અશ્રાભણા તેના દુરુપયોગ કરી રહ્યા છે. અબ્રાહ્મણે કેટલાક એમ પણ કહે છે કે તે હિંદુ નથી. આવાઓને તે બ્રાહ્મણ અબ્રાહ્મણની તકરારમાં પડવાને કશે! જ હક નથી. પણુ હું અબ્રાહ્મણને કહું છું કે જેમ મુસલમાન ભાઈ એ આપણને ગાળા દેશે તેપણુ આપણે ફોજદારીમાં નથી દોડવાના તેમ અભ્રાહ્મણેાએ પણ તેવા વિચાર તજવા જોઈશે. જો બ્રાહ્મણાને દબાવવા માટે તે આ ભૂરી સલ્તનત પાસે જઈને તેની કુમક માગશે તે તેમણે યાદ રાખવું કે તેમણે તેના જ ગુલામ બનવું પડશે. અબ્રાહ્મણને મારી અરજ છે કે મારા નામથી તેઓ કાંઈ નૂરણુ ન ફેલાવે. સત્યશોધક મંડળ શું છે તેની મને ખબર નથી, પશુ તે એમ પ્રગટ કરી રહ્યું છે કે હું વર્ણાશ્રમનું ખંડન કરનારા છું. હું કહું છું કે આ નૂરી વાત છે. મારા નામથી ગમે તેવાં પાગળ ચાલ્યાં છે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૪૫
દેખાવ