લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૦
 
૩૫૦
 

૩૫૦ ખૂનથી ખરડાયેલા હાથે છંટવા ઇચ્છું નહી આ વિવેચન પછી ભાઈ મારુતિરાવે જણાવ્યું કે પોતાની કામના આગેવાન ગાંધીજીને ખેલગામ મળશે ને તેમની સાથે મસલત કરી તેઓ સમા- ધાની ઉપર આવવા તૈયાર છે. બેલગામમાં મરાઠાએમાં જે વેપારી પક્ષ છે તે બ્રાહ્મણેાની સાથે બહુ પ્રેમથી રહે છે. માત્ર નોકરિયાત મરાઠા વર્ગમાં જ ઝેર રહેલુ છે. આ મરાઠાએ ગાંધીજીને મળીને તેમના જેટલા દોષા બતાવે અને ગાંધીજી નિર્ણય કરે તે પ્રમાણે વર્તવા બ્રાહ્મણેા કબૂલ થયા છે. આજે મરાઠાએની એક ખાસ સભા છે અને કાંઈ સ ંતાષકારક નિય અહી જ આવી જાય એવા સંભવ છે. પણ મેં તા અહીં અબ્રાહ્મણેાના પ્રશ્ન વિષેના ઉદ્ગારા સવિસ્તર આપ- વામાં જ લગભગ પત્ર પૂરા કર્યો. પૂનાની ભવાનીપેડની સભામાંના વધારે નોંધવા લાયક ઉદ્ગાર હજી રહ્યા જ છે, તમે મારફાડ કરશે તે તેની જ્વાલામાં હું ભસ્મ થઈશ ઉપસંહાર કરતાં ગાંધીજી એલ્યા: “મે સાભળ્યું છે કે સરકાર અમને પકડવા ચાહે છે. અમને સરકાર પકડવા માગતી હોય તો તેમાં આપણે તેને દોષ નથી દઈ શકતા. અમે તે સલ્તનતને ઉખેડવા માગીએ છીએ. તે સલ્તનતને અમને કેદ કરવાને હક છે. તમને હડતાળ પાડવાનેા હક નથી. તેમ તમે કરશે! તે તેને અર્થ એ થશે કે તમે જેલમાં જવા માગતા નથી. તમારામાંથી કાઈ ગાંડા બનશેા, મકાન ભાળશેા, કાઈ કાઈ અ ંગ્રેજનું ખૂન કરશો તે તમે છક્કડ ખાશે. આપણે ઇજિપ્ત નથી, રશિયા નથી, આયર્લૅન્ડ નથી. આપણી લડત શસ્ત્રોની નથી. અસહકાર જ આપણું શસ્ત્ર છે. અમને પકડશે તા તમે બધા ડરીને બેસી જશે એમ સરકાર માને છે, તમે સરકારને બતાવી શકા છે કે તે આમ વાણિયાને હિસાબ કરે છે, પણ અમને પકડયા પછી તેમ નહીં થઈ શકે. મારા અસહકારનું કામ તમે સહેલાઈથી ઉઠાવીને અમને છૂટા કરી શકશે. સ્વરાજ્યને સિક્કો મેળવી અમને ત્રણેને તમે છેડાવી શકશે. અમને છેડાવવાનું તમારા હાથમાં હોવુ જોઈ એ. હું તેમના હાથે નથી છૂટવા માગતા, તમારા જ હાથે છૂટવા માગું છું. પણ તમારા ખૂનથી ખર- ડાયેલા હાથે પણ નથી છૂટવા માગતો. મારા પકડાયાથી ખૂન થશે તે મારું પણ તત્કાળ ખૂન ઝરશે એમ સમજો, હું ખુદ્દાને પ્રાર્થના કરીશ કે મને કાઈ એવી તાકાત આપે કે જેથી હું તમારાં કૃત્યોના જલનની જ્વાલામાં ભસ્મ થઈ જાઉં. મારી કામ મને દગા ન દે એમ હું વિશ્વાસ રાખું છું. પણ જો ગેા દેશે તેા હું મરી જાઉં એમ માગી લઈશ.” આ પછી ઘણા વક્તાઓનાં ભાષણ થયાં હતાં. તેમાં શ્રી ખાલિકરના શબ્દો ભુલાય એમ નથી :