તિલક મહારાજની ચાંદીની દાખડી ૩૫૧. ગાંધીજીનાં શરીર, મન અને સુદ્ધિ તેમણે તપશ્ચર્યાથી પવિત્ર કરેલાં છે. તે શરીર કાઈ શયતાની કેદખાનામાં રહેવાનું નથી, ઈશ્વરના જ કબજામાં રહેશે. અને અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે જો કદી તેને કાજો કેદખાનાના થશે તે તેમના જ તપના સામર્થ્યથી અમારાં દૂબળાં અંગેામાં પશુ એવુ દેવી જોર આવશે, એવું સામર્થ્ય પ્રગટશે કે આપણે જ હાથે આપણે તેમને છોડાવી ઘેરે આણીશું.” આ પછી અસહકારની પ્રવૃત્તિ માટે સદર અન્તરમાંથી ૧૦૦૧ રૂપિયાની થેલી, ગુજરાતી વેપારીએ તરફથી ૧૦૦૧ રૂપિયાની થેલી અને રા. ધનજી રતનજી તરફથી ૧૦૧ રૂપિયાની થેલી ગાંધીજીને અપવામાં આવી બીજે દિવસે ૭૦૦ રૂપિયા જૈન મડળે, ૧૦૧ રૂપિયા કેસરી આફ્રિસે અને બીજી બીજી નાની રકમેા અન્ય મડળાએ ભેટ કરી હતી. પુણ્યતી ' > હતી. પાંચમી તારીખે બપારે ગાંધીજીને સ્વ. તિલક મહારાજના ગાયકવાડવાડામાં લઈ જવામાં આવ્યા. ગાયકવાડવાડા એ તો એક તીથ જ છે. તિલક મહારાજ જે ખડમાં ઊઠતાબેસતા તે ખંડમાં ગાંધીજીને શ્રી કેળકર લઈ ગયા. એ ખંડ અમે ચાર મહિના ઉપર જોયા હતા તેવા ને તેવા જ આ વખતે પણુ હતે. પણ આ વખતે ત્યાં અમને કાઈ અજબ શૂન્યતા લાગી. મહારાજના પુત્રોએ સૌનું સ્વાગત કર્યું, બધાને તિલક મહારાજની પ્રિય સાપારી આપી, ગાંધીજીને તિલક મહારાજની પ્રતિમાવાળા એક ચાંદીના ચાંદ પહેરાવ્યા, અને એ સાપારી જે ચાંદીની દાખડીમાં રહેતી તે દાબડી પણ ગાંધીજીને એનાયત કરી. આ બધું ગાંધીજીને બહુ વહાલું લાગ્યું. આ ચાંદ અને દાબડી તેએ તે દિવસથી સદા પેાતાની પાસે જ રાખે છે. નેતાઓની અશ્રદ્ધા આ પછી બીજા જ ખંડમાં સ્થાનિક નેતાએ અને કાર્ય કર્તાઓની ખાનગી સભા રાખી હતી. રાષ્ટ્રીય પક્ષના ઘણાખરા સ્થાનિક નેતાઓ હાજર હતા. કાય શી રીતે લેવું તે વિષે વાતેા કરતાં વધારે વાતો શંકાએ અને મુશ્કેલીએ વિષે ચાલી. કેટલાકને શાળાત્યાગની આવશ્યકતા વિષે શંકા હતી, કેટલાક રાષ્ટ્રીય સંસ્થા થાય ત્યાં સુધી રાહ જોવાના પક્ષમાં હતા, બધાયને નાણાંની ભીડ એ મેટામાં મેટી નડતર લાગતી હતી. ગાંધીજની બધી દલીલ તેા અહીં નહીં આપું, પણ તેને સાર આપીશ. તેમણે પ્રથમ જણાવ્યું કે શિક્ષણુ સારું હોય યા નરસું હોય તેને પ્રશ્ન નથી; ચાલુ પ્રથામાં ખામી હોય યા ન હાય તે પ્રશ્ન નથી; જે સરકારે આપણને જખમ કર્યા છે તે સરકારના
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૫૧
દેખાવ