૩૫ બ્રાહ્મણેતા ઉપર થયેલી અસર દાગીનાની ભિક્ષાને સરસ જવામ મળ્યા હતા. પુરુષોની સભામાં નગરવાસીએ તરફથી રૂા. ૧૦૦૦ની થેલી સ્વરાજ્યક્ડ માટે ગાંધીજીને આપવામાં આવી હતી. ત્યાંથી કરાડ ગયા. કરાડમાં સરસ સભા થઈ. આસપાસનાં ગામાના લેાકા પુષ્કળ આવેલા હતા. લોકેાએ ગ઼. ૪૦૦ની થેલી આપી અને જાહેર સભામાં રૂા. ૨૦૦ને આશરેનું ઉઘરાણું થયું. કરાડ અને આસપાસના વિદ્યાથી એએ નાની નાની રકમેા કરીને રૂા. ૨૫ સ્વરાજ્ય કુંડ માટે ભેગા કર્યા હતા તે અહીં નોંધવા જેવુ છે. નેપાણી અને ચિકોડી સતારામાં થયેલી કાંઈક નિરાશા એલગામ જિલ્લામાં આવતાં ઊડી ગઈ. શ્રી ગંગાધરરાવ દેશપાંડે જેઓ પોતાની જિંદગીની ક્ષણેક્ષણ આજે અસહકારને માટે વ્યતીત કરે છે તેમની વ્યવસ્થાની છાપ જ્યાં જઈ એ ત્યાં દેખાતી હતી. નેપાણીમાં બ્રાહ્મણેતરાની ઝાઝી વસ્તી છે અને વણાટકામનું એ મોટું ક્ષેત્ર છે. ગુજરાતી વેપારીઓની વસ્તી પણ સારી છે. સવારે જે સભા થઈ તેમાં બ્રાહ્મણે- તરાને ઉદ્દેશીને ગાંધીજી કેટલુંક ખેલ્યા, એટલે ભાઈ મારુતિરાવ રાવણ નામના ગૃહસ્થ બ્રાહ્મણેતરાના તરફથી ખેલવા ઊઠ્યા, ત્યાર પછી જે બન્યું તેને અહે- વાલ તે હું પહેલા પત્રમાં જ આપી ચૂકયો છું. બ્રાહ્મણેા અને બ્રાહ્મણેતરી વિષે ગાંધીજીએ કાઢેલા ઉદ્ગારા જે હું આપી ચૂકયો છું તેની કેટલી અસર થઈ છે તે તે ત્યાં હમણાં ઘેાડા જ દિવસ ઉપર અનેલા એક બનાવ ઉપરથી જણાશે. શ્રી લ જેએ બ્રાહ્મણેતર હિલચાલના ઉત્પાદક અને નેતા છે તે નેપાણીમાં થાડા જ દહાડા ઉપર ગયા હતા. ત્યાં તેમણે બ્રાહ્મણેતરો આગળ ‘ મહાત્મા ગાંધી અને બ્રાહ્મણેતરા ' એ વિષય ઉપર એક ભાષણુ રાખ્યું હતું. સભામાં કેવળ બ્રાહ્મણેતરા જ હતા. તેમણે શ્રી લગ્નેને વિનતી કરી કે તેએ ભાષણ ન કરે, કારણ તે શું કહેવાના છે તે તેમણે કળી લીધું હતું. તેમણે એમ પણુ જણાવ્યું કે ગાંધીજી પોતે બ્રાહ્મણેતર હાઈ બ્રાહ્મણેતરાનું હિત તે સમજે છે, અને તેઓ કહી રહ્યા છે તે પ્રમાણે બ્રાહ્મણેતરાએ ધારાસભામાં ન જવુ જોઈ એ. શ્રી લટ્ટને પણ તેમણે ધારાસભામાં ન જવાની વિનંતી કરી. શ્રી લક્રેએ તેમની એ વિનંતી સાંભળી કે નહીં તેની મને ખબર નથી; પણ ભાષણુ તે તેમણે પડતું મૂકયું, એટલું જ નહીં પણુ ચિકેાડી ગામે એ જ વિષય ઉપર તેએ ખેલવા જવાના હતા તે પશુ તેમણે છેાડી દીધું. નેપાણીમાં રૂ. ૭૦૦ની થેલી અને ભરભામાં ત્રણસો રૂપિયા જેટલું ઉઘરાણું થયું. ચિકાડી તેપાણીથી ચૌદ માઈલ થાય છે. એ પણુ વણકરનું મથક છે. આજકાલ તે શ્રી ગંગાધરરાવના પ્રયત્નને લીધે તેપાણી અને ચિકેાડી અને
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૫૮
દેખાવ