C મળકાને પરધસી એ પ્રત્યે પ્રેમ રાખતાં શીખવા ૩૬૧ ઊલટથી, ભાવથી જ દેવાનું દીધું. અને તેમણે ભાવથી જે દીધું તે કરાડેથી પશુ અધ્યું છે, ” હાલની પરિસ્થિતિ વિષે ઉગારા, બ્રાહ્મણેતરના પ્રશ્ન વિષે ઉદ્ગારેા, અન્યત્ર થયેલા ઉારાના જેવા છે એટલે તે અહીં ઉતારતા નથી. સભાની આખરે ૩૨૦૦ રૂપિયાની થેલી સ્વરાજ ક્ડ માટે એનાયત કરવામાં આવી; તથા સભા ચાલતી હતી તે દરમિયાન જેમ બીજી જગ્યાએ થાય છે તેમ અહીં પણ ધરાણું થયું, તેની કાસ્કેટા તું લીલામ થયું. એક રૂપિયે વેચાયું. રકમ પણ ઘણી સારી હતી. કાસ્કેટ ’ ૧૧૦૦ રૂપિયે અને બીજે દિવસે બીજું ૮૦૦ આ પ્રમાણે એલગામના કાર્ય કર્તાઓએ જાવેલા કામના કાંઈક ખ્યાલ ઉપર આવી જાય છે. બેલગામના કાર્ય કર્તાઓની ઓળખ આપવી બહુ જરૂરની છે, પણ તે આવતા કાગળમાં આપીશ. બેલગામમાં મારુતિના મંદિરમાં પ્રાતઃસ્મરણીય ભગિનીએ, સ્ત્રીએ સમક્ષ આપેલું ભાષણ : આ પવિત્ર મંદિરમાં આપ સૌ બહેનેાના દર્શનથી હું કૃતાર્થ થયા છું. મને વધારે આનંદતા એથી થાય છે કે તમે મારા ભાઈ શૌકતઅલીને પણ મળવા ઉત્સુકતા બતાવી છે. અમે સૌ થાકેલા હતા અને જરા આરામ લેતા હતા, પણ જ્યારે મેં સાંભળ્યું કે તમારી ઇચ્છા છે કે શૌકતઅલીને પણ લાવવા ત્યારે મેં તેમને મેલાવ્યા. આ સદ્ભાવમાં હું હિંદુસ્તાનની સિદ્ધિ સમજું છું. કારણ મને ખબર છે કે જ્યાં સુધી આપણી હિંદુ મહિલા મુસલમાનને ભાઈ સમાત નહીં ગણે ત્યાં સુધી હિંદુસ્તાનના માા દિવસ મટવાના નથી. હું આ મંદિરમાં બેસીને તમારી ધાર્મિક કલ્પનાને કો ધાક પહેોંચાડવા માગતા નથી. હું સનાતની હિંદુ ધર્મને છું, પણુ મે હિંદુ ધર્માંમાંથી શીખી લીધું છે કે કંઈ પણુ ધર્મની ઘણા કે તિરસ્કાર ન કરવાં. મે એમ પણ જોયું છે કે જ્યાં સુધી બધા પરધમ વાળા સાથે અને પડેાશીએ સાથે આપણે પ્રેમ રાખીશું નહીં ત્યાં સુધી દેશનું કલ્યાણ સાધવું અશકય થશે. હું તમને એમ નથી કહેવા આવ્યા કે મુસલમાન અથવા ખીન્ન ધર્માંના લેાકેાની સાથે તમારું ખાવાપીવાના અને બેટીવ્યવહારના સંબંધ શરૂ કરવા. પણ હું જરૂર એમ કહેવાને આવ્યા હું કે આપણે પ્રત્યેક મનુષ્યની સાથે પ્રેમ રાખવા જોઈએ. હું તમને પ્રાર્થના કરું છું કે તમારાં બાળબચ્ચાંને પરધમી એ પ્રત્યે પ્રેમ રાખતાં શીખવેા. હું તમારી પાસે એ પણ માણું છું કે તમે હિંદુસ્તાનની રાષ્ટ્રીય સ્થિતિ સમજી લે. એ જ્ઞાન લેવા માટે ભારે શિક્ષણ લેવાતી યા મેટાં મોટાં
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૬૧
દેખાવ