લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૩
 
૩૬૩
 

હિંદુસ્તાનરૂપી ગાયને કસાઈના હાથમાંથી છોડાવે 3૬૩ હરામ થવુ ઘટે; કારણુ ખારીક સુતર કાઢવામાં બહુ વખત જાય છે, અને હિં દુસ્તાનમાં આજે એક મિનિટની પણ કિંમત છે. [આ પછી સરકારી શાળામાંથી બાળક અને બાલિકાઓ ખેંચી લેવાની માગણી કરીને શાળા પાશાળા ખોલવા માટે ગાંધીજીએ નીચે પ્રમાણે દ્રવ્યની માગણી કરી : ] હુંડાકાર અમદાવાદમાં દ્રવ્યની માગણી કરી ચૂકયો છુ પૂનામાં પણુ પરમદહાડે જ માગી આવ્યો. કેટલીક બહેનેાએ, નાની નાની છોકરીઓએ વીટીએ, બંગડીઓ, નાકની નથનીએ, ગળચરા ઉતારી આપ્યાં. હું તમારા દિલમાં જે ફકીરી જાગ્રત કરવા આવ્યો છુ તે જાગ્રત કરી શક્યા હાઉ તા તમને તમારાં બધાંયે આક્ષણા દેશને માટે ઉતારતાં સંકોચ થવા ન જોઇ એ. એમાંથી થતા પૈસાનેા ઉપયોગ શ્રી ગંગાધરરાવ શિક્ષણ અને સ્વદેશીને માટે કરશે. તમે બહેને જો કેાઈ રોકડા પૈસા અથવા દ્રવ્ય આપવા માગતી હ તે જે ભાવથી આ મદિરમાં તમે પૈસા મૂકેા છે તે જ ભાવથી તે દેશકાય ને માટે આપશે. હિંદુસ્તાન અત્યારે કસાઈના હાથમાં ગરીબ ગાયની જેમ છે, અને એ હિંદુસ્તાનરૂપી ગરીબ ગાયને છોડાવવી એ મારું અને તમારું કામ છે, અને ગાયને છેડાવવા દાન કરવામાં દેવમંદિરમાં દાન કર્યા જેટલું પુણ્ય રહેલું છે. છેલ્લી ભિક્ષા તમારી પાસે એ માગુ છું કે જે કામ હુ, શૌકતઅલી અને ગંગાધરરાવ કરી રહ્યા છીએ તે કામ સફળ થવા માટે આશીર્વાદ આપેા. હું એમ પણ કહી દઉં કે કાઈ બહેન શરમની મારી દાગીને ઉતારી આપે એવું હું ઇચ્છતા નથી. તમારા દિલમાં ઊગી જાય કે આ દાન કરવું એ તમારું કર્તવ્ય છે, એ એક પુણ્યકાય છે, તે જ દાન આપજો. શ્વર તમને પવિત્રતા, હિંમત અને દેશને માટે યજ્ઞ કરવાની ભાવના આપે. અમદાવાદના ગુજરાત મહાવિદ્યાલયની સ્થાપના કરતાં કુલપતિસ્થાનેથી --’૨૦ કરેલું ભાણું : ભાઈ એ અને બહેનેા, આત્મકથન મારી જિંદગીની અંદર મે અનેક કાર્યો કર્યા છે. તેમાંનાં ઘણાં કાર્યોને માટે મારા મનમાં હું મગરૂરી પણ માનું છું, કેટલાકને સારુ પશ્ચાત્તાપ પણ થાય છે. એમાંનાં ઘણાં મેાટી જવાબદારીવાળાં હતાં. પણ અત્યારે જરાયે અતિશયેાક્તિ વિના હું કહેવાને ઇચ્છું છું કે મેં એવું એક પણ કાર્ય નથી કર્યુ કે જેની સાથે આજે કરવાના કાય ના મુકાબલે થાય. આ કા માં મને