અતરાત્માના અવાજ આપણા લામિયા ૩૭ અને એટલે સુધી કહ્યું છે કે આ સત્યાગ્રહની હિલચાલ દેશહિતની વિરુદ્ધ છે. તેમને માટે અને તેમના અભિપ્રાય માટે મને ભારે માન છે. તેમાંના કેટલાકના હાથ નીચે મેં કામ કરેલું છે. સર દીનશા વાસ્થ્ય અને આખુ સુરેન્દ્રનાથ જૈનરજી હિંદુસ્તાનના સન્માન્ય લેકનેતા ગણાતા હતા ત્યારે હું તે સાવ ખળક હતા. શ્રી શાસ્ત્રિયારે તે દેશને સર્વસ્વ સમર્પણ કરેલું છે. તેમની સાચદિલી અને પ્રામાણિકતા અનુપમ છે. દેશભક્તિમાં તેઓ કાઈથી પાછા પડે એવા નથી. હું તેમની સાથે પવિત્ર અને અતૂટ સ્નેહગાંઠથી અંધાયેલા છું. એ જાહેરનામાં ઉપર સહીઓ કરનારા તરફ મતે સ્વભાવથી જ આકણુ થાય તેમ છે. એટલે તેમને વિરેધ કરતાં મને અત્યંત દુઃખ થયુ છે અને મેં સખત હૃદયપરીક્ષણુ કયુ છે. પર ંતુ કેટલીક વાર એવા પ્રસંગેા આવે છે જ્યારે આપણે અંતરાત્માના અવાજને વશ થવું જ જોઈએ. તે જ આપણા મેટામાં મોટા ભેમિયા છે. આવા પ્રસંગે દુ:ખનાં આંસુ વહે એટલુ જ નહી પશુ આપણા મિત્રોથી, આપણા કુટુંબથી, જે રાજ્ય સાથે આપણે સબંધ હાય તેનાથી, ટૂંકાણમાં આપણું જે વડાલામાં વહાલું હોય તેનાથી વિખૂટા પણ પડવું પડે, અંતરાત્માના અવાજને આમ વશ થવું એ જ જીવનને મહાન કાયદા છે. મે જે પગલું લીધું છે તે માટે મારા બીજો કાંઈ બચાવ જ નથી. જાહેરનામાં ઉપર સહી કરનારાએ પ્રત્યે મારું માન જરાયે ઘટયુ નથી. સત્યાગ્રહની શક્તિ વિષે મને એટલી શ્રદ્દા છે કે જે પ્રતિજ્ઞા લેનારાઓ પેાતાની પ્રતિજ્ઞાને વળગી રહેશે તે હું ધારું છું આપણે લડતને અંતે તેમને બતાવી શકશુ કે તેમાં વસવસો કે ભય રાખવા જેવું કશું ન હતું. મને ખખર છે કે આ જાહેરનામાં સામે કેટલાક સત્યાગ્રહીઓએ પણ રાષ કર્યો છે. હું સત્યાગ્રહીઓને જણાવું છું કે આમ રાષ કરવેા એ સત્યાગ્રહના સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. કાઈ પણ માણસ અને તેય વળી મિત્ર પોતાના મતભેદ પ્રગટ કરે તે હું પોતે તે ખુશ થાઉં, કારણ તેથી આપણે સાવધાન થઈ એ છીએ. આપણા જાહેર જીવનમાં એકબીજા ઉપર આળ ચડાવવાનું, એકબીજાને ટાણાં મારવાનું અને આડકતરા આક્ષેપેા કરવાનું બહુ પેસી ગયુ' છે. જે આપણી આ ભારે ખામી સત્યાગ્રહું કાઢી નાખે અને તે કાઢી નાખશે જ, તે તે પણ એક ઇષ્ટ લાભ જ છે. હું સત્યાગ્રહીઓને ખીજ એ વાત સૂચવવા માગું છું કે, આ બે જાહેરનામાં પ્રત્યે રાષ દર્શાવવે એ તે આપણી નબળાઈ કહેવાય. દરેક હિલચાલ અને ખાસ કરીને સત્યાગ્રહની હિલચાલ, તેના ટીકાકારોની નિમળતા અથવા મૌન ઉપર નહીં, પણ પોતાના આંતરિક ખળ ઉપર ટેકવી જોઈએ.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૭
દેખાવ