લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૭
 
૩૭૭
 

દેખું તેવું ન કહ્યુ' તા સત્યના ભુગ થાય ZGG જે વિવેકના દાવેા કરતા આવ્યા છું તે વિવેક પણ મારી આજની ભાષામાં રહેલા નથી. આ બંધી વાતોને હું વિચાર કરી રહ્યો છું, પણુ મારા આત્મા સાક્ષી પૂરે છે કે હું અવિવેકી ભાષા નથી વાપરતા. હું જે કહું છું તે શાન્તિથી, ખૂબ વિચારપૂર્વક કહું છું, વાત એ છે કે હું ગયા ડિસેમ્બરમાં જે ભ્રમણામાં હતો તે મારી ભ્રમણા ભાંગી ગઈ છે અને તેને લીધે આજે અગાઉના કરતાં મારા માંમાંથી બીજી ભાષા નીકળે છે. પણ જે વસ્તુ જેવી છે તેવી જ હું તેને જણાવી રહ્યો છું, જે વસ્તુને ગંદી દેખું તેને ગોંદી ન કહું તે સત્યનો ભંગ થાય, અવિવેક થાય. જે વસ્તુ જેવી છે તેવી અતાવવામાં વિવેકને ભંગ નથી, સત્યનું પાલન છે, જોકે એકાન્તિક સત્ય તે મૌનમાં જ રહ્યુ છે, છતાં ભાષાને પ્રયોગ કરવા પડે છે ત્યારે તે તેમાં સંપૂર્ણ સત્ય ત્યારે જ આવે કે જ્યારે હું સ્થિતિને જેવી ોઉ છું તેવી ને તેવી તમારી સામે આળેખુ.. પડિતજી મારા વડીલ અધુ છે . ' પંડિતજીનુ એક વ્યાખ્યાન લીડર માં આવ્યું છે. તે તેમની સમતિ પછી છપાયુ છે એમ જોઉં છું. તેમાં એક વાક્ય વિષે હું તમારું ધ્યાન ખેંચવા માગું છું, તે એ કે બધું જોઈ વિચારી તમને તમારે। . અંતરાત્મા કહે તે પ્રમાણે વ શેા.' હું પણ એ જ વાત કહેવા માગું છું. અને તમને અંતરાત્માના અવાજ વિષે કાંઈ પણ શક હોય, તમારા દિલમાં તમે નિય ન કરી શકતા હા તે તમે મારું ન માનશે, બીજા કાઈનું ન માનશે, કેવળ તમારા પૂજ્ય ભાઈસાહેબ પંડિતજીનું જ માના, માલવિયાજથી વધારે મોટા ધર્માત્મા મે જોયા નથી. હિન્દુસ્તાનની એમની સેવાના કરતાં વધારે સેવા કરી હોય એવા કાઈ હિન્દી હું આજે બીજે જીવંત શ્વેતા નથી, પંડિતજી અને હું—એ બે વચ્ચે કેવા સબંધ છે? હું તેા દક્ષિણ આફ્રિકાથી આવ્યો ત્યારથી તેમને પૂજનારા છું. મારાં દુઃખે મે અનેક વાર એમની આગળ સુણાવ્યાં છે અને મેં એમની પાસેથી આશ્વાસન મેળવ્યું છે. એએ તે મારા વડીલ બંધુ સમા છે. અદેશે। હોય સૈા પડિતજી કહે તેમ જ કરજો આવે! અમારે સબધ છે. એટલે હું તે તમને એમ કહી શકે કે જો. તમારું દિલ એવા જ અવાજ કાઢે ગાંધી કહે છે તે જ સત્ય વાત છે તેા જ હુ તમને કહું છું તે કરો. પણ તમને લાગે કે અંતે આપણા આગેવાના છે, તેની વાતામાંથી એકની પસંદગી કરવાની છે, તેા તમે પંડિતજી કહે તેમ જ કરો. તમને જરા પણ અંદેશા હોય તે મારી વાત