અગ્રેજી ભણીને ડહાપણ ડહાળ્યાં કીધુ છે ૪૯ પ્રજા એક વરસમાં નહીં પણુ એક જ દિવસમાં સ્વરાજ્ય ધેર કરે એ વિષે મને તલમાત્ર શંકા નથી. એટલું જ નહીં પણ એ આદર્શ પ્રાપ્ત કરીને તે હિન્દુસ્તાન આખી દુનિયામાં સર્વોપરી બને. પણ હાલ તુરતને માટે તે એ આદર્શની વાત એક મનેારાજ્ય માત્ર છે. આજે તે હું માત્ર લાકને પચે, લેાકાને ગળે ઊતરે એવા જ કાર્યક્રમ લોકેાની આગળ અમલ કરવા માટે મૂકી રહ્યો છું. અદાલતા, ટપાલ, તાર અને રેલવેના નાશવાળુ નહીં પણ માત્ર પામેન્ટની ઢબનું સ્વરાજ્ય જ મેળવવા લાકને સમજાવી રહ્યો છું. જ્યાં સુધી આપણે આ સરકારની જોડેનેા બધા સંબંધ તેડી નાખવા તૈયાર નથી થયા, જ્યાં સુધી આપણે શાળા દ્વારા, અદાલા મારફત, ધારાસભાઓ મારફ્ત, મુલકી અને લશ્કરી ખાતાંઓમાં તેમની તાકરી કરીને, કરા આપીને અને પરદેશી માલ લઈ દઈ ને તેમની જોડે સહકાર કરી રહ્યા છીએ, ત્યાં સુધી હું તમને એટલું જ સ્વરાજ્ય મેળવવા મથવાનું કહી રહ્યો છું. · ચડતા ક્રમને શા માટે? જે ક્ષણે પ્રજાને આ વાત વસી જશે અને અસહકાર જામશે તે જ ધડીએ આ સરકાર તૂટી પડવાની એ સિદ્ધ વાત છે. જો આમપ્રશ્ન એવા અસહકારના આખા કાર્યક્રમને માટે તૈયાર છે એમ મેં જોયું હેત તેા હું તેને તત્કાળ અમલમાં મૂકવાનું દેશને કહેતાં અચકાત નહીં. પણ હજી અત્યારે કાયદાના અમલ કરવા આવનાર સરકારી કર્મચારીઓ ઉપર આમપ્રજાને ગુસાની મારી તૂટી પડતી અટકાવી શકાય એવું નથી; હજુ અત્યારે લશ્કરમાં આપણા ભાઈ એ કાઈ પણ જાતને દંગાક઼િસાદ કર્યાં વગર પોતાનાં હથિયાર હેઠાં મૂકી દઈ ઊભા રહે એવું નથી. જો સંભવતું હાય તે આજે જ — આ જ ઘડીએ હું અસહકારને આખા કાર્યક્રમ એકી વારે અમલમાં મૂકવાની પ્રજાને સલાહ આપત. પણ હજુ આપણે આમવર્ગ ઉપર એટલે કાબૂ નથી મેળવ્યો. આપણે રાષ્ટ્રના વનનાં કીમતી વરસા નાહક અંગ્રેજી ભાષા ભગુવા પાછળ બરબાદ કર્યાં છે, જે ભાષાના જ્ઞાનની આપણી સ્વત ંત્રતા મેળવવાના કામમાં આપણને છાંટાભાર જરૂર નથી. એ બધાં વસા આપણે શેકસપિયર અને મિલ્ટનમાંથી સ્વતંત્રતાને ઓળખતાં શીખવામાં, મિલનાં પુસ્તકામાંથી સ્ફૂર્તિ મેળવવામાં વિતાવ્યાં, જે વસ્તુ આપણે ઘરમાં મેસીને પશુ શીખી શકતા હતા. આમ આપણે પ્રજાવર્ગથી નોખા પડી આપણી જુદી જાત અનાવી એા છીએ. આપણે પશ્ચિમના પૂજારી અન્યા છીએ. આપણે છેલ્લાં પાંત્રીસ વરસ કેળવણી લીધી છતાં તે, કેળવણીના ઉપયોગ જનસમાજમાં ભળવામાં કરતાં શીખ્યા નથી. ઊંચી પાટે એસીને તેએ ન સમજી શકે એવી ભાષામાં માત્ર ડહાપણ ડહાત્યાં કીધું' છે. આજે આપણે જોઈએ છીએ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૧૯
દેખાવ