૪૩૦ મારા ધર્માંમાં સજાને સ્થાન નથી ડરતા હિન્દી – પેાતાના વિચારને બીન્નથી સ ંતાડતા હિન્દીએ. આના કરતાં વધારે અવનતિકર ખીજું શું હોઈ શકે? અંગ્રેજ ભાઈ — તમે કહે છે કે દરેક અંગ્રેજી હિન્દી મજૂરને પણ પેાતાના સરખા સમજે એ વધારેપડતું નથી? દરેક હિન્દી ગૃહસ્થ શું મજૂરને પોતાના સરખા સમજે છે? તમે એટલું માગા તો તે વાજબી છે કે દરેક અંગ્રેજ બીજા અંગ્રેજ તરફ વર્તે છે તેવી રીતે હિન્દી તરફ વર્તે. કાઈ અંગ્રેજ ‘વાયર ’ (જમીતદાર) પોતાના ખેડૂતો તરફ વતે તે રીતે અંગ્રેજ હિન્દી મજૂર તરફ પશુ વર્તે. ગાંધીજી – વાહ, એ તો તમે મારા કરતાં પણ સુંદર ભાષા વાપરી દીધી. મારું કહેવાનું તાત્પ એ જ છે. ગુનેગારા માટે શુ' માગીએ છીએ ? હિન્દી ભાઈ – ત્યારે અત્યાચારી સરકાર સાથે અસહકારને તાત્કાલિક હેતુ પણ આપ શુદ્ધીકરણ જ કહે છે ? પછી શુદ્ધીકરણથી બીજા ઐહિક લાભા પ્રાપ્ત થાય યા ન થાય તેની ચિંતા નહીં ? ગાંધીજી — અમારી તપસ્યા શુદ્ધ અને પૂર્ણ હશે તે ઐહિક લાભા તા એતી મેળે જ અંદરથી ફલિત થવાના. દાખલા તરીકે પામના અત્યાચાર વિષે કશું કરવાપણું રહેશે નહીં, પામના એક પણ ગુનેગારને પછી હિન્દુસ્તાનમાં ઊભા રહેવાનું સ્થાન નહી હોય, એટલું જ નહીં પણ કાઈ પણ ગુનેગારના પગાર કે પેન્શન આપણી તિજોરીમાંથી આપી શકાશે જ નહીં. અંગ્રેજ ભાઈ – ત્યારે સા શું અગ્રેજને માટે જ તમે રાખી છે? હિન્દીએએ – સામાન્ય વર્ગમાંના હિન્દીએએ પણ ગુના તેા કર્યા હતા; તેમનું શું? - ગાંધીજી ~ આ સવાલ આશ્ચર્યકારક છે. અમારા ગુના કરતાં અમને હજાર દરજ્જે વધારે સજા મળી ચૂકી છે. હું ખાતરીપૂર્વક કહું છું કે જેણે ગુના કર્યા હતા તે તો સા પામ્યા, એટલુ જ નહીં પણ બિનગુનેગાર પણ સેકડા માર્યા ગયા છે. નિર્દોષ માણસાને જેલ જવું પડ્યુ છે. બચ્ચાંઓને પણ સહન કરવું પડયુ છે. નિર્દોષ રતાનું અપમાન થયું છે. જલિયાંવાલાની કતલ પણ બિન- ગુનેગારાની હતી. આથી વધારે સખ્ત કઈ હોઈ શકે ? પણ મેં અંગ્રેજ અમલદારાને સાતી તે વાને નથી કરી. તેઓને હજી હિન્દુસ્તાનના પૈસા ન મળ્યાં કરે, ઇલકાબ તેએ ન રાખે, હાદા ન રાખે, એટલી જ વાત કરી છે. તેએની સન્ન તે તેમાંના કેટલાકને તે કાંસીની જ હોય. એને મારા ધર્માંમાં સ્થાન નથી. હિંદુસ્તાન શું માગે તે હું જાણતા નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૩૦
દેખાવ