લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૬
 
૪૪૬
 

નાગપુર કોંગ્રેસમાં આપેલા ભાષણા હું તમને હવે વધારે ક ંઈ નથી કહેવા ઇચ્છતા. આજ હિ ંદુસ્તાનમાં ચોમેર કેટલી જાગૃતિ થયેલી છે તે હું પિછાનું છું અને તેથી માનું છું કે તમને કઈ વધારે સંભળાવવાની જરૂર નથી. મારું વિવેચન પૂરું કરતા પહેલાં હું તમારી સમક્ષ એક આદર્શો પાઠ વર્ણવવા ઇચ્છું છું, કાલે બંગાળ કૅમ્પમાં ઘેાડા ઝઘડા થયા હતા. તે સાંભળીને મને દુ:ખ થયું. સ્વતંત્રતા કઈ રીતે મેળવાય તે બતાવું એમ જાણીને ત્યાં ગયા. અબની સાથે મારે કહેવુ હતું તે એ ભાઈ એને કહ્યું. મે તેમને કહ્યું કે તમારામાંથી કયા પક્ષ ન્યાયી છે અને કયા પક્ષની ભૂલ છે એ હું નહીં કહી શકું, પણુ જો તમે તમારા અણુઅનાવને દુરસ્ત કરાવી લેવા ઇચ્છતા હા, હિન્દુસ્તાનને માટે સ્વરાજ લેવા માગતા હૈ, દિલ સાફ અને નિમળ કરવા માગતા હા તેા તમે બધી વાત ભૂલી જાએ. તમારી બધી તકરાર તમે અહીંના અહીં દનાવીને ઊઠે. અને એ બન્ને પક્ષા સમજી ગયા. સ્વરાજ જોઈતું હોય તે પોતાના ભાઈ એ ઈજા કરી હોય કે માથું ફોડવું હોય તયે આપણે સરકાર પાસે નથી જવું; અધ્યક્ષ પાસે પણ શું કામ જવું પડે ? મને કાઈ લાકડી મારે તે હું તેને સામા નમન કરું. તેને જીતવાના એ જ અવસર છે. તેમ ન વતી એ તે આપણાથી કંઈ નહીં બને. જો તમે દૃઢ હા, બહાદુર હા, જો સ્વરાજ મેળવવાના તમારા નિશ્ચય જ હોય, અને જો તમારે ખરેખર મહાસભાના ધ્યેયમાં ફેરફાર કરવા હોય, તે તમારે તમારા ગુસ્સા શમાવી દેવેા પડશે. ગેરઇન્સાફની કંઈ પણ લાગણી તમારા હૃદયને કાતરી ખાતી હોય તે તેને તમારે દબાવી દેવી પડશે અને આ બધું ભૂલી જવું પડશે. જેએ હિસાને ધમ સમજે છે તેમને હું કઈ નથી કહેવા માગતા, પણ જેએ પાતાને અસહકારવાદી ગણાવે છે તેમને હું જરૂર આવીને કહી શકું. બંગાળી ભાઈ એ ગુસ્સા નહીં કરવા એકરાર કર્યો છે. હું અગાળના પ્રતિનિધિ ભાઈ એને આ પ્રસંગે મુબારકબાદી આપુ છું. તમે સહુ તેમની પેઢે જ વાતે મને રજમાત્ર શકા નથી કે તમે સ્વરાજ મેળવી શકશે. તમને મારનારને તમે માફી આપે તે નામર્દીથી નહીં આપે. મને કાઈ મારે તે! હું નામર્દીથી તે બરદાસ્ત નહીં કરી લઉં, પણ મારનારની દયા ખાઈ ને મારા પર અત્યાચાર કરનારને પણ હું માફી દઉં એમાં બહાદુરી છે. આ ઠરાવ તમારી પાસે મૂકતી વેળાએ આ પદાર્થ પાઠ હું તમારી સામે મૂકું છું. સાથે સાથે જ હું તમારી પાસેથી દુનિયામાં કશાથી ન ચળી શકે એવાં શ્રદ્ધા અને નિશ્ચયની પણ આશા રાખુ છું. જેએ આ રાવને સ્વીકારવા