૪૦ હિંદુ છું એમ કહેતાં પણ લાજ આવે છે ભારે તપશ્ચર્યાં કરે. મે કહેલું છે તે આજે પાછા હિન્દુ સમાજને કહું છું કે જ્યાં સુધી અસ્પૃશ્યતાના પાપમાંથી હિન્દુ સમાજ મુક્ત નહીં થાય ત્યાં સુધી સ્વરાજ્યસ્થાપના અસંભવિત છે. મારા ઉપર તમે ઇતભાર રાખતા હો તે તમને કહું છું કે જેટલું દર્દ અંત્યજને અસ્પૃશ્ય રહેવામાં છે તેથી વધારે દ મને અસ્પૃશ્યતા હિન્દુ ધર્મીમાં હોવાથી છે. અસ્પૃસ્યતા હિન્દુ સમાજમાં કાયમ છે ત્યાં સુધી મને લાજ આવે છે અને હિન્દુ છું એવેા દાવા કરતાં પણ મને સર્કાચ થાય છે. આજે મરાઠીમાં જે મારી આગળ એલી ગયા તેઓએ આક્ષેપ કર્યો છે. જે પદ હિન્દુસ્તાને મને આપ્યું છે, પણ જે મેં સ્વીકાર્યું” નથી, તેને માટે હું લાયક ત્યારે જ થાઉં કે જ્યારે હિન્દુ ધમ માંથી અસ્પૃશ્યતા નીકળી જાય. ( ગાંધીજીના ભાષણ દરમિયાન એ વાર તાળીઓના અવાજ થઈ ગયા હતા. અહીં વળી ત્રીજી વાર અવાજ થયા. એટલે ગાંધીજને કહેવું પડયું કે હું જ્યાં હૃદયના ઉદ્ગાર આપવા માગું છું ત્યાં તમે અવાજથી મને ન રોકા. ') હું તમને પૂછું છું કે તમે મને કહી શકતા હો તો કહે કે એક આદમી શી રીતે કામ લેવાથી કેટલાંયે વરસના રિવાજને એક દિવસમાં મટાડી શકે. મને કાઈ બતાવી શકે કે આમ કરવાથી અાજ અને હઠાવી શકાય તે હું આજ હઠાવું. પણુ હિન્દુ સમાજ પાસે દાને સ્વીકાર કરાવવે અને તે દોષ સુધરાવવા એ કહ્યુ છે. “હું જે કહું છું તે જ કરું છું, હું જે કામ કરી રહ્યો છું તેમાં મારી ધર્મ પત્નીને સામેલ કરવામાં મને જે કષ્ટ પડયુ છે, મને જે તપશ્ચર્યા કરવી પડી છે તે પરથી હું તમને અંત્યજોને અને હિન્દુ સમાજને બતાવવા માગું છું કે આ કામમાં ભારે મુશ્કેલીએ રહી છે, તેથી હું એમ નથી કહેવા માગતા કે આ કામને અધ પાડવું. પણ કામ શી રીતે લેવું તેની પશ્ચિત વિચારી લેવી જોઈ એ. માટે જ તમારા હરાવા મને પસંદ નથી પડતા. “ તમે રાવ કરવા માગે છે કે જેટલાં દેવાલયેા છે તેમાં અત્યજોને જવાના હક હોવો જોઈએ. એ કેમ બની શકે ? હિન્દુ ધમ માં જ્યાં સુધી વર્ણાશ્રમધમ ને પ્રધાનપદ આપવામાં આવ્યું છે ત્યાં સુધી એમ કહેવું કે દરેક દેવાલયમાં પ્રત્યેક હિન્દુ જઈ શકે એ આજ નહીં બને. આજે એ સમાજમાં દાખલ કરવું અસંવિત છે. હિન્દુ સમાજ આને માટે તૈયાર નથી. મારા અનુભવ છે કે ઘણાં દેવાલયેામાં અત્યો સિવાયની બીજી કેટલીક જાતિઓથી પણ નથી જઈ શકાતું. માસમાં કેટલાંક દેવાલયામાં તે હુંચે નથી જઈ શકતો. મને એ વિષે દુ:ખ નથી. હું એમ પણ કહેવા તૈયાર નથી કે આમાં હિન્દુ સમાજની સંકુચિત દષ્ટિ છે યા તો તેને દોષ છે. દોષ હોય પણ, પરંતુ કઈ દષ્ટિથી એ દોષ કરાયેલા છે. તેને ખ્યાલ કરવા જોઈ એ. એ કાય` જો સચમની
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૫૦
દેખાવ