લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૪
 
૪૫૪
 

૪૫૪ જિંદગીના એ પ્રસગે લાયક નથી. હિન્દુસ્તાનને સ્વરાજને માટે યોગ્ય થવાનું કહું છું ત્યારે હું. હિન્દુસ્તાનને નાલાયક નથી માનતા; હું હિન્દુસ્તાનને વધારે લાયક થવા કહું છું. તેમ અત્યજોને કહું છું કે તમારા અધિકાર સ્વતંત્ર બનવાનેા છે, દરેક હિન્દુની સાથે સરખાપણું પ્રાપ્ત કરવાનો છે. પણ આજે તપશ્ચર્યા કરીને તેને માટે વધુ લાયક અનેા એમ હું કહું છું. “ તપશ્ચર્યા વિષે ખેલતાં મારી જિંદગીના એ પ્રસંગેા વિષે હું તમને કહેવા ઇચ્છું છું. અમદાવાદમાં સત્યાગ્રહામ ખાલ્યા પછી મેં ત્યાં દૂધાભાઈ નામના એક અંત્યજ ભાઈ ને તે તેમનાં પત્નીને આશ્રમમાં રાખ્યાં. અને મે તેમને રાખ્યાં ત્યારે હિન્દુ સમાજે શું કર્યું? અમે જે કૂવે પાણી ભરતાં તે કૂવાનું પાણી દૂધાભાઈની પત્નીને ન ભરવા દીધું. મેં કહ્યું, દૂધાભાઈ ને પાણી ન ભરવા દે તે હું પણ એ કૂવાનું પાણી નહીં ભરું. એ કૂવામાં પાણી ભરવાના તા મારા હિસ્સો હતા, પણુ એ હિસ્સા મે તજી દીધા. દૂધાભાઈ એ શું કર્યું હતું ? દૂધાભાઈ તેા સ્વચ્છ હતા. તેએ તે જેટલી ગાળા પડતી તેટલી સાંભળી લેતા હતા. આ તપશ્ચર્યાથી ત્રણ દિવસની અંદર કષ્ટ દૂર થયું, અને લેકે સમજી ગયા કે એ કૂવે દૂધાભાઈ પણ પાણી ભરી શકે છે. એ જ દૂધાભાઈની છેકરી લક્ષ્મી આજે મારા ઘરમાં લક્ષ્મી સમી કરે છે. તમે બધા જો દૂધાભાઈની તપશ્ચર્યાં શાખા તે તમારાં દુ:ખ આજે મટે, “હવે અત્યજેતર હિન્દુઓને હું કહું છું કે તમે પણ અહાદુર અને અને તમારાં પાપને હઠાવા. હું ધાર્મિક છું એમ માનું છું. તમે મને વહેમી પણુ કહી શકેા. હું માનું છું કે આ પાપમાંથી તમે મુક્ત નહીં થાઓ, અત્યજોની તમે ક્ષમા નહીં માગે ત્યાં સુધી બીન અનેક કષ્ટો તમારે માથે આવ્યાં કરશે. અસ્પૃશ્યતા એ પાપ છે એમ સમજો. તમે જ્ઞાનપૂર્વક તમારી મલિનતાને હડ્ડાવી શકે તે સ્વતંત્રતાને તમે આજે હાથ કરી શકા “હવે બીજું દૃષ્ટાંત આપીને હું તમને હિન્દુ ધર્માંની સરળતા દર્શાવવા ઇચ્છું છું. હું દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે મારી સાથે નાયડુ નામના એક પાંચમ ( અત્યજ ) નતના છોકરો હતો. ભાઈ નટેશન અંત્યજોનું ભારે કામ કરનાર ગૃહસ્થ છે. તેમના ઘરમાં મારે અમદાવાદ જતાં મદ્રાસમાં ઊતરવાનું થયું. મને ઘણા મિત્રએ કહ્યું કે તું આ શું કરે છે? નટેશનની માતા એટલાં અવાં જૂના વિચારનાં છે કે તું એના ઘરમાં અત્યજને લઈ ને ગયા એ જાણુશે તે ડેશીનું માત જ થશે. મે કહ્યું : હું એ છેાકરાને ત્યાગ કરું એના કરતાં તે બહેતર છે કે હું ટેશનના ઘરને જ ત્યાગ કરું. પણ નટેશન તે સરલચિત્ત માણુસ છે. તેમણે જઈ તે માતુશ્રીને ખરી હકીકત જણાવી. માતાજીએ કહ્યું : ભલે આવવા દો. તે સમજી ગયાં કે મારી સાથે આવનારા