શેતાન હમેશાં છિદ્રોના લાભ લે છે ૪૬ તેટલું જ મહત્ત્વ હિન્દુમુસલમાન એકતાનું છે. આપણે અંગ્રેજનું ગળુ નથી ઉડાવવા માગતા, તેવી જ રીતે આપણે એકબીજાનાં ગળાં પણ નથી ઉડાડવા માગતા. આપણે ભાઈ એ થઈ તે રહેવુ છે. શેતાન હમેશાં ોિને લાભ લે છે. માટે થ્રિો પૂરવાં એ આપણું કામ છે. જેમ હિન્દુમુસલમાને સંપથી રહેવાની જરૂર છે તેમ હિન્દુએ અસ્પૃરયતાનું કલંક ટાળી હિન્દુ ધમ ઉપરની નામેાશી દૂર કરવાની જરૂર છે. મહાસભાએ બધા હિન્દુએને અસ્પૃશ્યતાને ખાટા રિવાજ છેાડી દેવાની આજી કરી છે. તમે ખચીત માનો કે જેમ હિન્દુમુસલમાન વચ્ચેના અણુરાગનો લાભ સરકાર લેવા ચૂકતી નથી તેમ હિન્દુઓમાંના આ રિવાજને લીધે ફેલાતા આપસના અસ ંતેષને પણુ તે પૂરેપૂરા લાભ લેવા ચૂકે તેમ નથી. જ્યાં સુધી આવી ખામીએ આપણામાં છે ત્યાં સુધી આપણા સ્વરાજ્ય પ્રયત્ન અફળ નીવડે તે કાંઈ નવાઈ નહીં. ટૂંકમાં, મહાસભાએ નાગપુરમાં એકે અવાજે મંજૂર કરેલા ઠરાવ આવેા છે. તેને અમલમાં મૂકવામાં આપણી સાટી થવાની છે. આપણે એક વરસની અંદર સ્વરાજ ઘેર કરવાનું બીડું ઝડપ્યુ છે. જો સરકાર પોતાની શૈતાનિયતને ભૂલી આપણુને સ ંતેષીને આપણી ઇચ્છાની ઢબે અહીં રહેવા તૈયાર હોય તે આપણે તેને રાખવા માગીએ છીએ, પણ તે શૈતાનિયતને જાળવી રાખી આપણુને દબાવવા માગે તે હું કહું છું કે તેને નાબૂદ કરવી એ જ આપણે ધમ' થયા. તે જો આજ થઈ શકે તેમ હોય તે તેને માટે હું કાલ સુધી પશુ રાહ જોવા નથી માગતો. ઈશ્વર આપણને આ મહાન લડતમાં જરૂરી તેટલી બધી કુરબાની કરવાનું બળ આપે એવી મારી પ્રાર્થના છે. નાગપુરથી ઊપડયા. રસ્તામાં મારા લાંબા કાગળ વિષે વાતચીત થઈ. કસ્તૂરીર ગ આયંગરને તથા લાલાને =='? 26 લખાવ્યા. શ્રી કસ્તૂરીરંગ આય ગરને કાગળ T અસહકારના રાધી તમને પૂરેપૂરા સતાષ થયા છે અને કોંગ્રેસે તેની એ એડકામાં કાયમ રાખેલા કાર્યક્રમની કેાઈ વિગત સામે હવે તમે વાંધા નહીં ઉઠાવેા એવી તમે ખાતરી આપી તેથી હું બહુ રાજી થયા છું. હું આશા રાખું છું કે તમારા પત્રમાં તમે પૂરા હૃદયપૂર્વક એને ટેકા આપો. આપણે એક વ માં સ્વરાજ સિદ્ધ કરવું હોય તેા આ ચળવળને જેટલું જોર આપણે આપી શકીએ તેટલું આપવું જોઇ એ. ૫- ૩૦
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૬૫
દેખાવ