લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૮
 
૪૭૮
 

૪૭૮ પાટીદાર અને પ્રકાર ભાઈઓને એ અસહકાર શાન્ત છે. એમાં લાકડીનેા – ધારિયાંના ઉપયોગ નથી; માથાં કાપવાનાં નથી; માથાં દેવાનાં છે. અગ્રેજો પ્રત્યે તેમ આપણા પ્રત્યે પણ અહિં સા પાળવાનેા એ ધમ છે. તમે ધારાળા નથી, પણ ઠાકરડા — નહીં ાકાર છે. તમારે શાર બનવુ હોય તે તમે નાના ચાર ન થઈ શકેા. પાટીદાર પણ પેાતાને ક્ષત્રી કહેવડાવે છે, પણ એ ક્ષત્રી નથી; કારણ કે એ ચોરીમાં પોતાના ભાગ રાખે છે, એ ચારીને માલ લે છે, એ ક્ષત્રીપણું ભૂલી ગયા છે. પણુ તમે તેા ક્ષત્રી જેવા જ લાગેા છે, શસ્ત્ર રાખી ક્ષત્રીપણાનો દેખાવ કરેા છે. હું તમને કહું છું કે તમે પ્રશ્નને રાડવા સારુ ક્ષત્રી નથી, પણ તેમનું રક્ષણુ કરવા સારુ છે. તમે દારૂ પીએ, પ્રશ્નને દૂભવા, સ્ત્રીએ પર કુદૃષ્ટિ કરા, કાઇને લૂટા એ તમારા ધમ નથી. એમ કરે તે તમે લપટ કહેવાઓ. લપટને ક્ષત્રી ન કહેવાય. ધારાળાઓને મારા ભાઈ સમજી તેમની મુલાકાત લેવા આવ્યો છું. હું કહું છું કે કૈાઈ પાટીદાર લપટ અને તેા તમે એને છેડજો. હું તમારામાંના જ છું, પાટીદારમાં પણ છું. એમને ક્ષત્રી ાણી હું એમની સાથે રહેવા આવ્યા. જ્યારે મે સાંભળ્યું કે એ પાટીદારા લૂંટેલો માલ રાખે છે ત્યારે મને શકા થઈ કે નામ તેા નહીં હોય ? જો તમે પાટીદાર કામ મારફતે સ્વરાજ્યમાં હિસ્સા આપવા ઇચ્છતા હો તેા તમે એ કામ લી જશે. ધારાળા ાકાર ત્યારે જ બનશે કે જ્યારે તે દેશનું રક્ષણ કરતા હશે. સાધુ એ જ કે જે એમનામાં ચાલ્યા જાય, જે એમને સંગ ફરવા હતાં પદ્મપત્ર માફક નિર્લેપ રહી એમને સમજાવવા જાય. હું સાધુ હોવાના દાવા નથી કરતા; પણ ગૃહસ્થ હોવા છતાં કહું છું કે તે હું આ કામમાં ન રોકાયો હોત તે હું બીલેામાં અને જંગલી જાતેામાં જઈને રહેત; તેમને શુદ્ધ, દયાવાન, બહાદુર, સદાચરણી, સાચામાલા થવાનો ઉપદેશ આપી એમની પાસે પ્રજાનું રક્ષણ કરાવત. અહીં અનેક સાધુએ રહે છે, તેમને હું વીનવીને કહું છું કે જ્યાં સુધી આવા કેર વર્તે ત્યાં સુધી જેમ નિશાળિયાને પણ સ્વયંસેવક થવાનું કહું છું તેમ તમે તમારો અધિકાર ઉપયોગમાં લઈ દેશના આ કામમાં પડી જાશે. લુચ્ચા, ચાર, લંપટના દોષોનું હરણ કરવું એ તમારા ધમ છે. એમ ન કરો ત્યાં સુધી તમને સાધુ કહેવડાવવાને અધિકાર નથી. જો તમે સ્વરાજ્ય ઇચ્છતા હો - એટલે રામરાજ્ય, સત્યયુગ ઇચ્છતા હા, જો તમે ભરતખતે ધર્મ ભૂમિ — દેવભૂમિ અનાવવા ઇચ્છતા હો, તે। પડોશી પર અત્યાચાર થતા હોય ત્યારે રક્ષા કરવી એ તમારા ધમ છે. તમારી પાસે યમનિયમનાં દિવ્ય રાઓ છે. એ શસ્ત્રોને યત્કિંચિત તપશ્ચર્યાથી તમે સહેજમાં સાચાં કરી શકે. -