સ્વધ ભૂલ્યા તેનું પ્રાયશ્ચિત્ત કરા ૪૮૭ સૂતર ઉત્પન્ન કરવું એ જ તમારા મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય કામ થઈ પડે એમ હું ઇચ્છું છું. તમારી સામાન્ય કેળવણી સ્વરાજ સ્થપાયા પછી શરૂ કરજો. આજે અગાળના દરેક યુવક અને યુવતી પેાતાને સઘળે સમય અને શક્તિ કાંતવા પ્રીત્યર્થ જ આપે એમ માગું છું.” “તમારામાંથી જેને ઇંગ્લંડની માહિતી છે તેમને હું ત્યાંની લડાઈના દિવસેાની સ્થિતિ યાદ દેવડાવું છું. તે વેળાએ ત્યાંના એકેએક બાળકે અને એકેએક બાળકીએ પેાતાને નિયમિત અભ્યાસ બંધ કરી લડાઈ ને લગતું કંઈ ને કંઈ કામ ઉપાડી લીધું હતું. નાની વયનાં ખળકાને પણ કામે લગાડવામાં આવેલાં. માબાપોની ઇચ્છા ઉપરવટ થઈ તે પણુ લડાઈના મેદાન પર ઝૂઝવાના પ્રસંગ જ્યારે ખેડાના નવજુવાને આગળ મૂકયો ત્યારે મારી પ્રવૃત્તિથી સરકારની આંખ હરતી. એ જ સરકાર આજે મને કાચી વયનાં બાળકાને માબાપે સામે ઉશ્કેરવાને દોષ દઈ રહી છે. મારું તમને એટલું જ કહેવું છે કે તમારું અંતર તમને આજની લડતમાં કેવળ યાહામ કરવા જ પ્રેરતું હોય, તે આજે તમે બીજું બધું કામ બંધ કરી તમારા બધા સમય અને શક્તિ એક વરસને માટે સ્વરાજ મેળવવા પાછળ આપો. સૌ પહેલા તો તમે રેંટિયા કાંતતાં શીખી લઈ સૂતર પેદા કરતા થઈ જાઓ. જ્યાં સુધી હિન્દુસ્તાનનાં તમામ પુરુષ, સ્ત્રી અને બાળક કાંતતાં નહીં થઈ જાય ત્યાં સુધી વિદેશી કાપડ અને વિદેશી વસ્તુઓનેા સંપૂર્ણ અહિષ્કાર અસંભવિત છે. શાબ્દિક સૂતરના તાંતણા તે મહાસભાએ પાંત્રીસ વરસ કાઢવા. એથી ભૂખ્યાં. સ તાખાયાં નહીં તેમ નાગાં ઢંકાયાં નહીં. આજે એ કાર્યના ખરા માર્ગ આપણને લાગ્યે છે. માટે જ બંગાળી ભાઈબહેનેાને ચરણે દેશહારની આ નવી તક હું અર્પણુ કરી રહ્યો છું. એ ઉપાયથી વિદેશી કાપડને સંપૂર્ણ અહિષ્કાર સાધીને લૅ કેશાયર તરફથી આમની સભામાં બેસનારા પંચાવન સભાસદોની પ્રવ્રુત્તિએને આપણે નિષ્ફળ કરી મૂકીશું. એથી હિન્દ ઉપર લાભની દૃષ્ટિ નાખનાર જાપાનને પણ આપણે અટકાવીશું. મહાસભાએ આપણને કર્યું છે તેમ હિન્દ પોતાના અન્ન- વસ્ત્રની બાબતમાં સ્વતંત્ર નહીં અને ત્યાં સુધી તેની આર્થિક સ્વતંત્રતાની આશા વ્ય છે. હિન્દુસ્તાન જેવા અકાટ દેશ પારકે આધારે નળ્યાં કરીને સ્વાધીન અતી જ કેમ શકે? કંપનીના કાળા ઇતિહાસ યાદ કરી, અને જુલમથી કાયર થઈ આપણે સ્વધમ ભૂલ્યા તેનું પ્રાયશ્ચિત્ત આજે જ આર ભા. આજે સુતર કાંતીને હિન્દની આર્થિક સ્વતંત્રતા ઘેર કરે..
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૮૭
દેખાવ