૪૯૯ ધ બુદ્ધિથી કાર્ય ઉપાડશે. તા સ્વરાજ હાથમાં છે ખાદી પહેરનારા થઈ ગયા હશો. એટલુ જ નહીં પણ હું તે એટલે સુધી ઉમેદ રાખું છું કે એટલી મુદતમાં કાંતવામાં અદ્ભુત કરામતા કરી બતાવતા, અને જે બૌદ્ધિક આનંદ અને કાવ્યાનંદ હું કાંતવામાં અનુભવું છું તે ભાગવતા થઈ ગયા હશેા. હિન્દના ભાવિ વિષે શ્રદ્ધા અને આશા રાખી કાંતા । કાંતવામાં એવેા આનદ તમને મળ્યા વગર નહીં જ રહે. મને ઉમેદ છે કે તમારા અધ્યાપક પણુ તમને ગાળીમાં જ પેાતાનાં ભાષણા સંભળાવશે અને તમે પણુ આટલા દિવસ સરકારી સસ્થાઓમાં જે કંઈ જ્ઞાન મેળવ્યું હોય તે અંગાળીમાં લાવી આમવર્ગને તેની લહાણી કરશે; અને તેમ કરવામાં અગ્રેજી અને ખીન્ન સાહિત્યામાંના ઉમદા વિચારો વ્યક્ત કરી શકનારા બંગાળી શબ્દપ્રયોગા શોધી કાઢી તથા રૂઢ કરી દઈ બંગાળી ભાષાને ખેડશે અને અધિક ફળદ્રુપ બનાવશે. શ્રદ્ધા કેળવા તમે આ તમારા કાય ને ધબુદ્ધિથી હાથ ધરો. જો આ લડતને આપણે ધર્મ સમજીને નહીં ચલાવીએ તેા હું વગર આનાકાનીએ કહું છું કે એ પડી ભાંગશે, એટલું જ નહીં પણ આપણુને નામેાશી આપશે. કામ કરવાની આ નવી ઢબ આપણે કાઢી છે, અને તેમાં જૂની તમાં થેડા સુધારા કરવાથી કામ સિદ્ધ થશે એમ માની બેસીશું તે આપણે હારી બેસીશું. બગાળ તો ભાવનામયતાને માટે પ્રખ્યાત છે. એ જ ધમ ભાવનાપૂર્વક તમે આ કા ઉપાડશે તેા સ્વરાજ હાથમાં છે એ તમે જોશે. ઈશ્વર તમને અને તમારા અધ્યાપકને મદદ કરેા અને શ્રી દાસ માગે તેવું બળ તમને આપે. હવે હું આ મહાવિદ્યાલયને ખુલ્લુ જાહેર કરું છું. ૬-૨-૨º ઝરિયામાં દાસ કુટુંબથી છૂટા પડી અમે ઝરિયા ગયા. ઝરિયા ગુજરાતીએ અને કચ્છીએની એક મોટી વસાહત છે. તેએ કાલસાની ખાણેાના કોન્ટ્રાક્ટ માટે અને કાલસાના વેપાર માટે ઝરિયા જઈ વસેલા છે. મારવાડીએ પણ ઘણા છે, અને આ ધંધામાંથી શ્રીમંત થયા છે. આ ખાણામાંના મજૂરાની સ્થિતિ વણું વવાનું આ સ્થાન નથી. એમની સ્થિતિ ધ્યાનપૂર્વક જોવાને અમને સમય ન હતો, જોકે તે કેવા કષ્ટમાં, કેવા જોખમમાં, પેટભર અન્નને માટે કામ કરી રહ્યા છે એ નજરેશનજર અમે જોયું ખરું. ઝરિયામાં થયેલા કામ વિષે કાંઈ કહું તે પહેલાં એક રમૂજી વાત કહી દઉં. અમે કલકત્તા છોડવાના હતા તેના એક દિવસ આગળ શ્રીયુત દાસ મને કહેવા
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૯૮
દેખાવ