હું કાંઈ લેવા નહાતા ગયા ૨૭ આપણું દષ્ટિબિંદુ જાણવા માગે તેા તેને પણ તે સ્પષ્ટ રીતે સમાવવું એ આપણા ધર્મ છે. સીમલામાં વાઈસરોયને ગાંધીજી એક એ વાર નહીં પણ છ વાર મળ્યા ! આટલી બધી મુલાકાતામાં શું કરી આવ્યા એ પ્રશ્ન અનુચિત નથી અને તેને જવામ ગાંધીજી આપી ચૂકયા છે. તેમણે અથથી ઇતિ સુધી વાઈસરોય સાહેબને અસહકારીઓના પક્ષ સભળાવ્યા, સમજાવ્યા. વાઈસરૉયે પણુ છ દિવસ સુધી કલાકના કલાકેા શાંત ચિત્તે, સોંપૂર્ણ સભ્યતાથી તે સાંભળ્યું. એથી એટલું તેા કલ્પી જ શકાય કે આપણી સ્થિતિ સમજવાની તેમની ઇચ્છા તીવ્ર હાવી જોઈ એ. આપણા પક્ષ સમજાવ્યા પછી ગાંધીજીએ તેમની હકીકત પણ સાંભળી. એટલે કાંઈ પરિણામ આવ્યું હોય તેા એટલું આવ્યું કહેવાય કે વાઈસરોય ગાંધીને વધારે સમજતા થયા અને ગાંધીજી વાઈસરોયને વધારે સમજતા થયા. આ ઉપરાંત કશું ફળ આવ્યું નથી એમ ગાંધીજી કહે છે. હું કાંઈ લેવા ગયા ન હતા કે લઈને આવુ, હું તેા દેવા ગયેા હતા તે દઈ આવ્યા. આટલી મુલાકાતા પછી મારા વિચારે। હતા તે જ કાયમ રહ્યા છે, અને આપણે જો જીતવુ હાય તે દશ ગણા જોશથી આપણી શાંત લડત ચાલુ રાખ્યાથી જ જિતાશે. સ્વરાજ આપવુ વાઇસરોયના હાથમાં નથી; એ લેવુ' આપણા હાથમાં છે.' આ ગાંધીજીના સીમલા પછીના ઉદ્ગારા છે. આટલું તે ત્યાં શું બન્યું તે વિષે. તમે વાઈસરોયની સાથે શું વાતચીત કરી આવ્યા ?’એ પ્રશ્ન પણ નથી પુછાતા એમ નથી. પણ એ પ્રશ્ન સુરુચિયુક્ત નથી એમ ધણા કબૂલ કરશે. ' જતી વેળા અમે કાલકા પહોંચ્યા ત્યારથી જ હતું. તે કઈ જુદા જ વાતાવરણની ઉમેદ રાખતેા હતેા. ગરમી તે કાંઇક એહી થવા લાગી, પણ લોકેાના મનનું વાતાવરણ તો જરાય બદલાયેલું ન લાગ્યું. કાલકાનું પ્લૅટફોમ પણ માણસાથી ભરેલું હતું. પન્નમના તરના દડાએ અહીંથી જ ફૂંકાવા લાગ્યા, તે સીમલાને પાંચસેમે મજલે પણ એા ન થયા. કાલકા સ્ટેશન ઉપર પોલીસનાં માણુસા પણ્ ટીક આવકાર આપતાં હતાં. ગાંધીજએ પૂછ્યું : તમે કેમ આવી શકયા ?” જવાબ મળ્યા, અમે તો અમારા વડાની રા લઈને આવ્યા છીએ ! × અને કાલકાથી તે સીમલા સુધીનાં ડઝનબધ સ્ટેશનોએ માસાનાં ટાળાં સ્ટેશન પર આવતાં જ હતાં. ‘હારા ફૂટ ઊંચે સીમલાના પહાડ પર લેાકેાતે શી ખબર હશે?' એમ મને સહેજ શંકા થતી હતી, પણ પહાડ ઉપરના અને નીચે તળેટીના માણસાના ઉત્સાહમાં મને કશે ક્રક ન લાગ્યા. નાનામાં નાના સ્ટેશન ઉપર મજૂરા સુધ્ધાં આવીને તિલક સ્વરાજ ફાળામાં પૈસા . }
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૧૭
દેખાવ