૫૧૮ સીમલાનું વાતાવરણ અધ્યે જતા હતા. એક ગામે તે સા સવાસેા રૂપિયાની થેલી લકાએ તૈયાર રાખી હતી. ત્યાંની વસ્તી ભાગ્યે જ પાંચસે! માણસની હશે ! સીમલા સ્ટેશન ઉપર મને આપણા નવા રાષ્ટ્રીય વાવટા જોઈ ને આશ્રય થયું. લખચોરસ લાલ, લીલી અને ધાળી ભૂમિ પર રેંટિયાની આકૃતિ ફે ચોંટાડીને કાઢી હતી ! સીમલા આ દિવસ રહ્યા તે દરમિયાન દર્શનને માટે આવનારની સંખ્યા બીજે કાઈ ઠેકાણે કરતાં ઊતરે એમ ન હતી. આખા દિવસ તળેટી ઉપરનાં ગામડાંઓના માણસા આવ્યાં જ કરતા, અને સવારે ને સાંજે સરકારી કચેરીઓમાંથી તેાકરેા આવતા. સરકારી નેાકરેની એકે ટાળી સ્વરાજ ફાળા માટે પોતાનું નાનું ઉઘરાણું લીધા વિના નહોતી આવતી. ગાંધીજી - વાઈસરોય સાહેબને ત્યાં ગયા હાય તા વાઈસરીગલ લાજ ની બહાર સેંકડા નેકરા— સેક્રેટરિયેટમાંના — દર્શન માટે ટાળુ વળીને ઊભા હોય. આમ સરકારી તાકા સરકારી જાહેરનામાંએને એટીએ બાંધી પાતાથી થાય તેટલું કરી રહ્યા છે. સીમલાના નાકરાને ગાંધીએ ઊન ન વાપરતા હોય ત્યારે ખાદીનેા ઉપયોગ કરવાને કહ્યું. પણુ તેમણે બિચારાઓએ જણાવ્યું કે કદાચ ખાદી તેમની તાકરી લઈ લે તે!? આમને જ ઉદ્દેશીને ગાંધીજી ૧૫મી તારીખની સીમલાની જાહેર સભામાં મેલેલા કે જ્યાં તમને તમારી માતાએ કાંતેલા સૂતરનાં કપડાં પહેરવાની પરવાનગી ન હોય તે સલ્તનતમાં હું રહેવા નથી માગતે. તેને મિટાવી દેવી જોઈએ અથવા સુધારવી જોઈ એ. સીમલામાં જયારે સામાન્યવર્ગીના ઉત્સાહ ઠીક જણાયા ત્યારે કેળવાયેલા વ એટલે માટે ભાગે વકીલવર્ગ (કારણ વકીલવર્ગ સિવાયના ઘણાખરા તે સરકારી નોકરી જ હશે) તે અસહકારની ચળવળથી ન પલળેલા જણાયા. કાઈ વકીલે સીમલામાં વકીલાત છોડી નથી. છતાં લાલા મેાહનલાલ નામના એક પજામી ગૃહસ્થ જેઓ નામની વકીલાત હજી કરે છે અને વેપાર કરે છે તેમણે કાય માં સહાનુભૂતિ બતાવવા ગાંધીજીને એક સાંજે નેાતમાં અને દસ હજાર રૂપિયા મિત્રમંડળ પાસેથી ભેગા કરી આપ્યા. સીમલાની જાહેર સભા વાઇસરોય સાહેબની સાથે લાંબી મુલાકાતેા છતાં સભાએએ ગાંધીઇને સીમલામાં પણ છેડચા ન હતા; તેમ જ શાન્તકુટી ઉપર પણ ઘણા યુરેપિયન અમલદારા, અગ્રેજી છાપાંના પ્રતિનિધિ વગેરે મુલાકાત માટે આવ્યાં જ કરતા. એક સ્ત્રીઓની સભા રાખી હતી તેમાં સ્ત્રીઓની હાજરી ડીક હતી, જે જાહેર સભા થઈ તે તો કાઈ ગાવર જલસા હતો. પ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૧૮
દેખાવ