આશીને ઊલટો હિસાબ ૫૫ દિવસે તમે તેમના આત્માને શા ઉત્તર વાળશે? પૂર્ણ સ્વદેશી તેા અને. મંદિરમાંથી તે પરદેશી ચીજોને ઉપયેગ છેડેા. પૂજારીઓને કહું છું કે તમે મને પરદેશી કાપડથી શણગારેલાં મદિરમાં લઈ જાએ છે તેથી મને દુઃખ થાય છે.” સંગમતેરમાં ૧,૬૦૦ રૂપિયા થયા. ચૈવલા યેવલાએ તા ભારે નિરાશા ઉત્પન્ન કરી. ત્યાંની અવ્યવસ્થાને પણ પાર ન હતા. રાત્રે અગિયાર વાગ્યે પહોંચ્યા; ચોખ્ખી ના’છતાં સરધસ નીકળ્યાં; એ વાગ્યે સભા થઈ! અને સભા થતાં શું થયું તે તે ગાંધીજી ગયા અંકમાં પોતે જ કહી ચૂકયા છે. ત્યાંના ધર્માંસંકટની વાત કરી છે તે વીસરવી જોઈતી નથી. આશી અહમદનગરથી નીકળી શાલાપુર જિલ્લામાં આવ્યા. આમાં શ્રી યશવતપ્રસાદ દેસાઈ ને ત્યાં મુકામ હતા. એએ એક વણવાકાંતવાની મિલ ચલાવતા હાઈ ખાદીના પ્રચારમાં ભારે રસ લેનારા છે, અને આર્થિક રીતે ખાદી જ ઉદ્ધારકર્તા છે એમ ચોક્કસ માનનારા છે. એમણે તે મિલના મજૂરા માટે રેટિયા રાખ્યા છે. તેમની મિલના ચોગાનમાં અનેક રેંટિયા ચાલે છે અને તેની ખાદી નીકળે છે. આ મજૂરા અને મિલના નાકરાએ મળીને ગાંધીને માટે એક થેલી તૈયાર રાખી હતી જ. આ થેલી ૧,૭૦૦ રૂપિયાની હશે. શહેરનું બાકીનું ઉઘરાણું માંડ એટલુ હશે. સાંજે મામાં સભા થઈ. ત્યાંના શ્રી સુલાખે ત્યાં થયેલું કાય વર્ણવવા ઊભા થયા અને શાન્ત ચિત્તે, કાંઇક અભિમાન સાથે કહેવા લાગ્યા કે અમારા બાશી તાલુકા કૃતકૃત્ય થઈ ચૂકયો છે, કારણ તેણે ભેગા કરવાના ૪,૨૦૦ રૂપિયા તે હવે લગભગ થઈ જવા આવ્યા છે; પચીસ જેટલા તે ટિયા ચાલે છે ! અને તેના સૂતરમાંથી ખાદી થાય છે, એટલું જ નહીં પણુ તે વણાય પણ છે અને પૂના વેચાવા જાય છે ! આ · કૃતકૃત્યતા ની ગાંધીજીએ પોતાના ભાષણુમાં ઠીક ખબર લીધી. આખું ભાષણ બહુ મહત્ત્વનુ છે, અને પ્રાન્તના દરેક કાર્યકર્તાને વિચારવા જેવું છે. tr આપણા ભાઈ એ આનંદથી કહ્યું કે ખાશી જિલ્લો ખુશીથી પોતાનું કામ કરી લેશે. હું ભાઈ સુલાખેના હિસાબને ધન્યવાદ નથી ઈ શકતા, પ્રત્યેક જિલ્લા, તાલુકા, ફિરકા આવેા ઊલટા હિસાબ કરવા માંડે તે તે હિન્દુરતાનના દરેક જણુ દીઠ એ પૈસા લેખે પણ હિસાબ પતે! પણ એ ત્રીસ કરોડમાંથી ત્રણ કરોડ તો એવા છે કે જેને પૂરું એક રેાજનું ખાવાનું પણ નથી મળતું.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૨૫
દેખાવ