હિંદુમુસલમાન એકતાનું વ્રત પુરૂષ ઇચ્છે અને કાઈ આકારા શબ્દો વાપરે તે અને તેમ કરતા અટકાવવાને સારુ વિનયપૂર્ણાંક સમાવે. આમ મહા પ્રયત્ન થાય ત્યારે જ ભેદભાવ ટળે. એ પ્રમાણે કરવાને જ્યારે ઘણા હિંદુ અને ઘણા મુસલમાન તૈયાર થાય ત્યારે આપણે લીધેલુ વ્રત શોભે. આ વ્રતની મહત્તા અને કઠિનાઈ સહેલથી સમાઈ શકે એમ છે. મારી ઉમેદ છે કે આ શુભ પ્રસંગે અને દેશની અંદર જે વખતે સત્યને ભારે આગ્રહ વતી રહ્યો હાય એ પ્રસ ંગ શુભ જ હોય તેવે પ્રસગે આપણે એકતાનું વ્રત લઈ એ એ હું ઇચ્છું છું. તેને સારુ અગ્રેસર મુસલમાન ભાઈ એએ અને અગ્રેસર હિંદુ ભાઈ ઓએ પ્રથમથી મળી ખૂબ વિચાર કરવા જોઈ એ. પછી ભેગા થઈ ને તેએ એક નિશ્ચય ઉપર આવી શકે તેા વ્રત લેવાની હું જરૂર સલાહ આપું. એવા પ્રયત્ન જે હાલ થઈ રહ્યો છે તે જારી રહેશે તે થાડા જ દિવસની અંદર આપણે એ ફળ જોઈશું, એવી મારી ઉમેદ છે. વ્યક્તિવાર વ્રત તે આજે જ લઈ શકાય અને ઘણા હિ ંદુ મુસલમાને હમેશાં લેતા જાય એ હું ઇચ્છું છું, પણ મારી સાવચેતીએ તો કેવળ મેટા સમુદાયાની પાસે લેવડાવવા વિષે જ છે. મારી મતિ પ્રમાણે જો આપણે વ્રત લઈએ તે તે નીચે પ્રમાણે હોવું જોઈ એ : ઈશ્વર-ખુદાને દરમિયાન જાણી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે હિંદુ અને મુસલમાનને સગા ભાઈની જેમ ગણીને અને વચ્ચે જરા પણુ ભેદભાવ નહી રાખીએ, અમે એકબીન્તને દુ:ખે દુ:ખી થઈશું અને તેમાં અમારી શક્તિ મુજબ સંપૂર્ણ પણે ભાગ લઈશું. અમે એકબીજાના ધમ ને કાઈ પણ રીતે વિરોધ નહી કરી, એકબીજાની ધાર્મિક લાગણી નહીં દુખવીએ, એક- જાના ધર્મના પાલનમાં વચ્ચે નહીં. આવીએ, અને એકબીજાની તરફ માન- પૂર્ણાંક વશું. ધર્મને નામે, કે ધમ ને બહાને કદી એકબીજાનું ખૂન નહી કરીએ. ૮-૪-૧૯
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૩૫
દેખાવ