૩ સ્વદેશી વ્રત-૨ સ્વદેશી વ્રત લેવાની પ્રથમ ચર્ચા તા. ઠ્ઠી એપ્રિલે જ્યારે હારે પુરુષા અને કેટલીક સ્ત્રીએ સમુદ્રકાંઠે ઊભાં હતાં તે વખતે થઈ, પણ તે વેળાએ વ્રત ન લીધું. હવે સ્વદેશીની ચર્ચા ખૂબ થઈ ચૂકી છે અને આપણને દિશા સૂઝી છે. સ્વદેશી વ્રત લેવું એ આપણી ફરજ છે. હિ દુસ્તાનની ખરી આખાદી તેમાં રહેલી છે. હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતી અને બનતી ચીજોને ઉપયાગ તને હિંદુસ્તાનની બહારની ચીજોનો ઉપયોગ કરવા એ હિંદુસ્તાનને દ્રોહ કર્યાં બરાબર છે, સ્વચ્છંદ છે. આપણા દેશમાં જ જે વસ્તુ પેદા થઈ શકતી હોય તે વસ્તુ આપણને પસંદ ન પડે તેથી આપણે પરદેશી વસ્તુ વાપરવી એ તે પરદેશી બનવા જેવું છે. આપણા દેશની હવા કરતાં, આપણા દેશની જમીન કરતાં, બીજા દેશનાં હવા, જમીન સારાં હોય છતાં જેમ આપણે દેશને ત્યાગ કરતા નથી તેમ આપણે દેશી વસ્તુને પણ ત્યાગ નથી કરી શકતાં એ સ્પષ્ટ વાત જણાય છે. ૧૯૧૭–૧૮ની સાલમાં હિંદુસ્તાનમાં લગભગ પચાસ કરોડ રૂપિયાના પરદેશી સુતરાઉ માલ દાખલ થયા હતા અને ચાર કરોડ ઉપરાંતનું રેશમ આવ્યું હતું. આપણી વસ્તી ત્રીસ કરેડની છે એટલે આપણે જણુ દી એ સાલમાં બે રૂપિયા કપડાંને સારું. બહાર મોકલી આપ્યા. તેને બદલે દેશને ભૂખમરા છે. ત્રણ કરોથી વધારે માણુસાને હિંદુસ્તાનમાં એક જ વખત ખાવાનું મળે છે. જ્યારે હિંદુસ્તાનમાં ઘેર ઘેર રૂ કાંતવાનું કામ થતું અને અસંખ્ય માણસે કાપડ વણતા હતા તે વેળા આવે ભૂખમરા ન હતા. જ્યારે જ્યારે પ્રજા પાતાને ધર્મ ચુકે ત્યારે ભૂખમરા ઇત્યાદિ ઉપાધિને ઉપદ્રવ થાય તેમાં શી નવાઇ! આ ઉપાધિનું ઔષધ સ્વદેશી, વ્રત જ થઈ શકે, તેથી નીચે સૂચવેલું વ્રત તૈયાર કર્યુ છે. તેમાં બે પ્રકાર જણાવ્યા છે. પહેલું વ્રત એ પ્રમાણમાં શુદ્ર છે, પણ શુમાં શુદ્ધ વ્રત તા એજ હોઈ શકે કે જેમાં હાથ વતી કાંતેલા સૂતરનાં હાથે વણેલાં કપડાં વાપરવાની જ છૂટ હોય. વણાટને ધંધા ભાંગી પડવાથી અત્યારે આ શુ વ્રત લેવું એ લગભગ અશક્ય છે, પણ ઘડી કાઢેલાં વ્રત લેનાર ઉપલા આદશ ને કબૂલ રાખશે તો થોડા જ સમયની અંદર આપણે હાથથી કાંતેલા મુતરનાં કપડાં મેળવી શકશું. ૧૩૯
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૩૯
દેખાવ