લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૬
 
૫૪૬
 

ક મહાદેવભાઈની ડાયરી દર ખરા ગણાશે. જો લડત નહીં ચાલી હાત તે! આ ખુનામરકી ન થાત એમ ટીકા થઈ શકે છે. આવા દ્વેષને સારુ હું એક પ્રાયશ્ચિત્ત, જે મારા જેવાને અસહ્ય લાગે છે તે તેા કરી ચૂકયો છું. એટલે કે હાલ મારે દિલ્હી જવાનું મા‡ રાખવું પડતું છે, સત્યાગ્રહનું સ્વરૂપ મારે ટ્રેક કરવાની સલાહ આપવી પડી છે. આ મને જખમના કરતાં પણ વધારે દુ:ખદાયક લાગ્યું છે. છતાં આ પ્રાયશ્ચિત્ત અસ નથી. તેથી મેં ત્રણ દિવસને એટલે તેર કલાકના ઉપવાસ કરવાનેા નિશ્ચય કર્યાં છે. આ નિશ્ચયથી કાઈ ને પીડા ન થાય એમ હું ઇચ્છું છું. ચોવીસ કલાકને ઉપવાસ જેટલા તમારે સારુ કાણુ છે તેના કરતાં ખેાતેર કલાકના મારે સારુ એ કહ્યુ છે. અને મે મારાથી સહન થઈ શકે એટલું જ પ્રાયશ્ચિત્ત વહારી લીધું છે. હું આટલું કષ્ટ ઉઠાવીશ એની તમને જરા પણ દયા આવતી હોય તો એ દયાનુ એક જ પરિણામ હુ માગી લઉં છું અને તે એ કે હવે પછી આવા અધાર કા'માં કાઈ પણ અમદાવાદી ભાગ ન લે. સત્ય માનજે ખુનામરકી કરીને, માણસાને ત્રાસ પમાડીને આપણે સ્વરાજ નથી મેળવવાના, હિંદુસ્તાનને કશા લાભ નથી કરવાના. હું પોતે તે એવા અભિપ્રાયને હ્યુ કે જે હિંદુસ્તાન ખુનામરકીથી સ્વરાજ મેળવી શકે, જો અંગ્રેજની ઉપર દ્વેષ રાખીને, તેઓનાં ખૂન કરીને જ આપણે જે કાંઈ દુઃખ હોય તેનું નિવારણ કરી શકીએ, તો હું પોતે તે એવી રીતે મેળવેલું સ્વરાજ ઇચ્છતો નથી અને જે દુ:ખા હોય તે સહન કરવા ઇચ્છું છું. સત્યને નામે અમદાવાદ ખુનામરકી કરે એવી સ્થિતિમાં વવા હું કેમ ઇચ્છું ? ગુજરાતને ગરવી ગુજરાત એવું વિશેષણુ કવિએ આપ્યુ છે, એ ગુજરાતની રાજધાની અમદાવાદ, ત્યાં ધાર્મિક હિન્દુ અને મુસલમાનો વસે છે, એ રાજધાનીમાં અધાર કઈ થાય એ તે! દરિયામાં આગ લાગવા જેવુ થયું. તેને કાણુ બુઝાવી શકે? એ આગમાં મારા જેવાની તા ભસ્મ થવાની જરૂર છે. એટલે તમારી સહુની પાસેથી આઇજીપૂર્વક માગી લઉં છું કે મારા ત્રણ દિવસના ઉપવાસમાંથી જે પરિણામ હું ઇચ્છું છું તે લાવશેા. જે પ્રેમને લીધે તમે ભાન ભૂલી જઈ ને અકાર્યો કર્યો છે, તે પ્રેમ હવે તમને જાગ્રત કરે અને જો તે પ્રેમ જાગ્રત રહે તે એવી સાવચેતી રાખજો કે મારા દેહપાત થાય એવા ઉપવાસ કરવાને અવસર ન આવે. મને ભાસે છે જે કાર્ય અમદાવાદમાં થયાં તે કાર્ય યુક્તિસર થયેલાં જોવામાં આવે છે. એટલે તેમાં કાઈ શીખેલા અને જાણુનાર માણુસ અથવા માણુસાનેા હાથ હોય એમ હું ખચીત માનું છું. તેએ ભણેલા ભલે હોય પણુ ગણેલા નથી, એમ હું હિંમતપૂર્વક કહીશ, તેમની વાતથી આપણે દોરાઈ જઈને અકાર્યો કર્યાં છે. હું સલાહ આપું છું હવે પછી એમ ન